જૂનાગઢ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખા અને અપરાજિતા ફાઉન્ડેશન વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત જિલ્લાના વિવિધ ઘટકોમાં કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે ખાસ ડિજિટલ સેશન્સનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી કિશોરીઓના સશક્તિકરણ માટે એક પ્રશંસનીય અને અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખા અને અપરાજિતા ફાઉન્ડેશન વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત જિલ્લાના વિવિધ ઘટકોમાં કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે ખાસ ડિજિટલ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. “ટીમ ટીમ તારા” (TTT) પ્રોગ્રામ અંતર્ગત વંથલી, માણાવદર, માંગરોળ, માળિયા, મેંદરડા અને વિસાવદર ઘટકની સ્માર્ટ ટીવીની સુવિધા ધરાવતી આંગણવાડી કેન્દ્રો પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં કેન્દ્ર પર નોંધાયેલી તમામ કિશોરીઓને તેમના…

Read More

વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     આગામી ૨૧મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કક્ષાની યોગ શિબિરનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલીયા ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ અને સુગ્રથિત બનાવવા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.  આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જિલ્લા યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારીને કાર્યક્રમ સ્થળ પરની તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સમયસર અને સુચારુ રૂપે પૂર્ણ કરવા માટે જરૂરી દિશા-નિર્દેશો અને સૂચનો આપ્યા હતા. સાથે તાલુકા કક્ષાની યોગ શિબિર યોજાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. જિલ્લા…

Read More

ડાંગમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ શરૂ

હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીને સફળ બનાવવા જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને આયોજન બેઠક યોજાઈ. ✅ જિલ્લા કક્ષાથી લઈને ગામડાઓ સુધી વિવિધ યોગ કાર્યક્રમોનું આયોજન ✅ સ્ટેજ, મંડપ, સાઉન્ડ સિસ્ટમ અને એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા ✅ ટ્રાફિક, પાર્કિંગ, એમ્બ્યુલન્સ અને આરોગ્ય સેવાઓની સુવિધા ✅ સ્વચ્છતા અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા ✅ શાળા-કોલેજ, સરકારી કર્મચારીઓ અને નાગરિકોની વ્યાપક ભાગીદારી પર ભાર 🌿 “યોગ કરો, નિરોગી રહો” ચાલો, યોગને જીવનશૈલી બનાવી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી બનીએ.

Read More

આગામી ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત માર્ગદર્શન અનુસાર જૂનાગઢ શહેરમાં સરદારબાગ ઝાંસીના પૂતળા આગળ ફળદુવાદી ખાતે કોમન યોગ પ્રોટોકોલ શિક્ષણ શિબિર યોજાઇ હતી.  આ કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ અને જૂનાગઢ શહેરના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા અને અન્ય મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ સુર્ય નમસ્કાર, કપાલભાતિ, વિવિધ યોગાસનો જેવા કે ભુજંગાસન,…

Read More

જૂનાગઢમાં પ્રગતિપથ યાત્રાનું ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ  રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ લોકાર્પણ થયેલ વિવિધ વિભાગોના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજય કક્ષાના શ્રેષ્ઠ પ્રોજેકટો, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી પ્રવૃત્તિઓ અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડલોના પ્રદર્શનો, જન જાગૃતિ માટે પ્રગતિ પથ યાત્રાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જૂનાગઢમાં પ્રગતિપથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આ પ્રગતિપથ યાત્રા આવી પહોંચતા યાત્રાના સંયોજક તથા યાત્રમાં સહભાગી બનેલા પદાધિકારીશ્રીઓને યુનિવર્સિટી ખાતે રજીસ્ટ્રાર ડો.રમેશભાઇ પરમારે આવકાર્યા હતા. આ તકે યાત્રાના…

Read More

“ભાગ… જેહાદી ભાગ! સંભળાય છે સિંહણની ત્રાડ !”

હિન્દ ન્યુઝ, રાપર (કચ્છ) રાપર (કચ્છ)માં ‘લવ જેહાદ’નું બિભત્સ ષડયંત્ર : સગીરાને 3 વાર ગર્ભવતી કરી,અજમેરમાં ધર્માંતરણ  ભાઈ અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ ધર્માંન્તરણના છેડા છેક અજમેરના મૌલવી સુધી જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ “હિન્દ રક્ષક સંઘ”ના સંસ્થાપક અધ્યક્ષા ડો.સીમાબેન પટેલના સપાટાથી વિધર્મી સીધો જેલના સળિયા પાછળ!         દેશમાં ‘લવ જેહાદ’,લેન્ડ જેહાદ અને ‘ધર્માંતરણ’નું ષડયંત્ર બહુ મોટા પાયે ચાલી રહ્યો છે ત્યારે લવ જેહાદ ષડયંત્રનો વધુ એક હૃદયદ્રાવક કિસ્સો કચ્છ જિલ્લાના રાપર ખાતેથી સામે આવ્યો છે. એક સગીર વયની હિન્દુ યુવતીને વિધર્મી દ્વારા પ્રેમજાળમાં ફસાવી,…

Read More