વડાપ્રધાનનું મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ સહિતના પદાધિકારીઓએ અલગ-અલગ કલાકૃતિઓ સાથે સ્વાગત કર્યુ

હિન્દ ન્યુઝ, સુરત           વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઈન્ડોર સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વુડન કલાકૃતી અર્પણ કરી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર. પાટીલે શાલ, જયારે નાયબ મુખ્યમંત્રીએ તુલશીના છોડ સાથે સ્વાગત, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વ કર્માએ શાલ સાથે સ્વાગત, મંત્રીઓ અને સાંસદશ્રીઓ વાર્લી આર્ટ કળાના ફોટોથકી સ્વાગત, જરી આર્ટ વર્કના કલ્પવૃક્ષની તસ્વીરથી ધારાસભ્યો દ્વારા સ્વાગત, સ્થાનિક અગ્રણીઓએ પુસ્તકોના ગુચ્છ અને રામમંદિરની ફ્રેમ સાથે જયારે નવસારી જિલ્લાના પદાધિકારીઓએ જરી આર્ટ ફ્રેમ અર્પણ કરીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

Read More

ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી “Inspired by Nature. For Climate. For Our Future.” થીમ

હિન્દ ન્યુઝ,      રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર હસ્તકના પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી “Inspired by Nature. For Climate. For Our Future.” થીમ અન્વયે ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એન. ડી. વાળા, સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢના ગાયનેકોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ચેતનાબેન કોડીનારીયા, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુના પૂર્વ પ્રિન્સિપાલ કે.પી.રાજપૂત, પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ, દીપકભાઈ ભટ્ટ, તાલીમાર્થીઓ તથા ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા…

Read More

જૂનાગઢ ખાતે આચાર્ય ભગીરથસિંહ જાળીયા તથા આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ કેમ્પસ ઈન્ટરવ્યૂનું સફળતાપૂર્વક આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), જૂનાગઢ ખાતે આચાર્ય ભગીરથસિંહ જાળીયા તથા આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ કેમ્પસ ઈન્ટરવ્યૂનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયામાં વિવિધ ટ્રેડના કુલ ૯૪ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પસ ઈન્ટરવ્યૂ દરમિયાન દેશની અગ્રણી કંપનીઓ દ્વારા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ તેમજ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એલ એન્ડ ટી હેવી એન્જિનિયરિંગ, હજીરા-સુરત દ્વારા એપ્રેન્ટિસશિપ ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં કુલ ૩૫ ઉમેદવારો સફળતાપૂર્વક પાસ થયા છે. આ ઉમેદવારોને…

Read More

જૂનાગઢ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અવસરે માળિયા હાટીના તાલુકાના વીરડી ગામે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એન.જી. ડાભીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર તથા તાલુકા પરિવાર-માળિયા હાટીનાના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં હરિયાળી વધે, પર્યાવરણનું જતન થાય તેમજ આગામી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ મળી રહે તે હેતુથી વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.…

Read More

આગામી ૦૭મી જૂને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત સામાન્ય અભ્યાસની સંયુક્ત પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ      ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત કુલ ચાર જાહેરાતોની સામાન્ય અભ્યાસની સંયુક્ત પરીક્ષા (જાહેરાત ક્રમાંક:૯૯૯૪/૨૦૨૬-૨૭) ની પ્રિલિમિનરી પરીક્ષા આગામી તા.૦૭/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે.  સમગ્ર કચ્છ જિલ્લામાં આ પરીક્ષા, ઉમેદવારો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે…

Read More

આગામી તા.૧૧મી જૂનથી ૨૦મી જૂન-૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ની પૂરક પરીક્ષાઓ યોજાશે

હિન્દ ન્યુઝ, કચ્છ      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) ની જૂન-૨૦૨૬ પૂરક પરીક્ષાઓ તા.૧૧/૦૬/૨૦૨૬ થી તા.૨૦/૦૬/૨૦૨૬ દરમિયાન યોજાનારી છે. આ પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા સરકાર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જેને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  કચ્છ જિલ્લામાં પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે…

Read More

આરટીઓ ભુજ દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઈ. કરાવવા બાબતે કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભુજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા જૂન-૨૦૨૬ માસના નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઈ. કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૮ જૂનના રોજ નલિયા ખાતે સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી, દયાપર ખાતે બપોરે ૦૧:૦૦ થી ૦૨:૦૦ કલાકે અને નખત્રાણા ખાતે બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૪:૩૦ કલાકે કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સ્થળ પર જ નોન ટ્રાન્સપોર્ટ વાહનોની સી.પી.આઈ. ની કામગીરી કરી આપવામાં આવશે. તેમજ ભુજ કચેરીમાં પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More

દાહોદ શહેરની પહેલી સરકારી માધ્યમિક હાઈસ્કુલમાં પ્રવેશ પ્રક્રિયા શરુ

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ શહેર વિસ્તારમાં દાહોદ શહેરના મધ્યમાં ગુજરાતી માધ્યમની પહેલી સરકારી હાઇસ્કુલ દાહોદ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધીનું ક્રમશઃ વિના મુલ્યે શિક્ષણ મેળવી શકશે. આ તાલુકા શાળા તાલુકા પંચાયત સામે, સીટી ગ્રાઉન્ડ પાસે બનાવવામાં આવી છે. અધ્યતન બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓ માટે અધ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી કરીને વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમ્યાન કોઇપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહી.  સુવિધાઓની વાત કરીએ તો, સીસીટીવી કેમેરા, યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ગુણવત્તા યુક્ત શિક્ષણ, વિના મુલ્યે પાઠ્ય પુસ્તકો,…

Read More

પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજવામાં આવી હતી.  આ બેઠકમાં કલેકટર સુશ્રી સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા અને પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તા.૧૫/૦૩/૨૦૨૫ ના રોજ મળેલ વર્ષ ૨૦૨૫-૨૬ની ૧૫% વિવેકાધીન (તાલુકા કક્ષા, નગરપાલિકા અને જિલ્લા કક્ષા) સામાન્ય, ટી.એ.એસ.પી, ખાસ અંગભૂત, ૫% પ્રોત્સાહક જોગવાઈઓ મુજબ મળેલ આયોજનને બહાલી આપવા બાબત, વર્ષ:૨૦૨૩-૨૪ થી ૨૦૨૫-૨૬ સુધીમાં મંજુર થયેલા કામોની સમીક્ષા તેમજ જોગવાઈ સામે વર્ષ ૨૦૨૬-૨૭માં મળવાપાત્ર રકમની જોગવાઈ…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસ – એક પેડ માં કે નામ ૩.૦ દાહોદ

હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ કલેકટર કચેરી દાહોદના પટાંગણમાં જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસ એક પેડ માં કે નામ ૩.૦ ની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ દરમ્યાન જિલ્લા કલેકટરસુ સુરભી ગૌતમ પણ ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે શ્રીમતી ગમાબેન મોહનીયાના જણાવ્યું હતું કે, જંગલ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વૃક્ષોનું જતન ખુબ જ આવશ્યક છે. વૃક્ષોના વાવેતર થકી જંગલ વિસ્તારને રક્ષણ મળશે. જંગલ દુનિયાના સૌથી મહત્વના કાર્બન સીંક પૈકીનું એક છે જેથી ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં અગત્યનું પરિબળ છે.  ગમાબેનએ વધુમાં કહ્યું હતું કે, ભારતીય…

Read More