હિન્દ ન્યુઝ, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલ પહેલના ભાગરૂપે, વર્ષોથી પોતાના કાયમી આવાસની રાહ જોઈ રહેલા વિચરતી અને વિમુક્ત જાતિ (નટ અને મદારી સમાજ) ના ૧૨ પરિવારોને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી. વર્ષ ૨૦૨૧થી અટકેલા આ પ્રશ્નનો સુખદ અંત આવતા લાભાર્થી પરિવારોમાં ખુશી અને સંતોષની લાગણી વ્યાપી ગઈ છે. કાયમી સરનામું મળવાથી હવે આ પરિવારો સરકારી યોજનાઓ, શિક્ષણ અને આવાસનો લાભ સરળતાથી મેળવી શકશે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાનો ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો સરાહનીય પ્રયાસ!
Read MoreDay: June 30, 2026
વસ્તી ગણતરીમાં ધરમપુરની શિક્ષિકાની અનોખી સિદ્ધિ, આંઘોળી-પેણધાની શિક્ષિકા દર્શના પટેલે માત્ર ૧૪ દિવસમાં વસ્તી ગણતરી પૂર્ણ કરી પ્રથમ ક્રમે સન્માન મેળવ્યું
હિન્દ ન્યુઝ, વલસાડ વર્ષ ૨૦૨૬માં યોજાયેલી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની ઘર યાદી અને મકાન ગણતરીની કામગીરીમાં શિક્ષકોએ મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ ભૂમિકા ભજવી છે. શિક્ષકોની ફરજ પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા અને સમાજ સાથેના સતત સંપર્કને કારણે તેઓ આ કામગીરી માટે સૌથી વિશ્વસનીય સાબિત થયા છે. જેના પરિણામે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંઘોળી- પેણધા પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શનાકુમારી રમણભાઈ પટેલે માત્ર ૧૪ દિવસમાં પોતાને સોંપાયેલી વસ્તી ગણતરીનું કામ પાર પાડી સિધ્ધિ મેળવતા ધરમપુરના પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ દ્વારા તેમને ધરમપુર તાલુકામાં સૌથી ઝડપી વસ્તી ગણતરી પૂર્ણ કરવા અંગે પ્રથમ ક્રમાંકનું પ્રમાણપત્ર એનાયત…
Read More