હિન્દ ન્યુઝ, વડોદરા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મત્સ્યપાલન-પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહ, રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ઉદ્યોગ જગતના અગ્રણી પ્રતિનિધિઓ તેમજ દેશ-વિદેશના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ..
વડોદરામાં મધ્ય ગુજરાતની આ VGRCમાં સમગ્રતયા 3 લાખ 34 હજાર કરોડથી વધુના રોકાણો સાથે 3,759 MoU થયા, આના પરિણામે આવનારા દિવસોમાં રાજ્યમાં 1 લાખ 97 હજાર રોજગારીની સંભવિત તકો ઊભી થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
આજે ભારત આત્મનિર્ભારતાના રથ પર સવાર થઇને વૈશ્વિક સ્તરે હુંકાર ભરી રહ્યું છે : મંત્રી રાજનાથસિંહ
ગુજરાત પાસે માત્ર લાંબો દરિયાકિનારો જ નથી, પરંતુ આંતરદેશીય મત્સ્યપાલનની પણ અપાર ક્ષમતા છે : મંત્રી રાજીવ રંજનસિંહ
