હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લામાં આપત્તિ વ્યવ્સ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું માળખું ઉભું કરવા જિલ્લાના NSS અને MYB (માય યુવા ભારત) વિદ્યાર્થીઓ માટે યુવા આપદા મિત્રોની તાલીમ તા. ૦૧/૦૭/૨૦૨૬ થી તા-૦૭/૦૭/૨૦૨૬ સુધી ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે થનાર છે.
આ તાલીમ તબક્કાવાર આયોજન થનાર છે, જેમાં વલસાડ જિલ્લાના NSSના કુલ ૪૧ વિદ્યાર્થીઓ અને માય યુવા ભારતના કુલ- ૫૦ સ્વયંસેવકોનો બેચ તાલીમ મેળવશે. જિલ્લાની ડિઝાસ્ટર શાખા , કલેક્ટર કચેરી વલસાડ દ્વારા માસ્ટર ટ્રેનર ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સ વાપીની ટીમ મારફત તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી તાલીમમાં આપત્તિ વ્યવસ્થા વિષેની માહિતી, સુનામી, પુર, ભુકંપ, ઓદ્યોગિક અકસ્માત, સ્નેક બાઈટ, ફાયર સેફટી અને શોધ બચાવ અંગે ઘાયલ વ્યક્તિઓને ઉપાડવાની પદ્ધત્તિ, સમુદાય આધારિત પ્રાથમિક સારવાર/ સીપીઆર જેવા મહત્વના વિષયો ઉપર ૭ દિવસની નિવાસી તાલીમ આપવામાં આવશે.
