વલસાડની મેડિકલ કોલેજના ઓડિટોરીયમમાં તા. ૧ જુલાઈએ નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થશે

હિન્દ ન્યુઝ, વલસાડ

   ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧ જુલાઈથી તા. ૭ જુલાઈ ૨૦૨૬ સુધી ‘‘નમો સ્વચ્છતા અભિયાન’’નો પ્રારંભ થનાર છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાનના પ્રારંભના ભાગરૂપે વલસાડની મેડિકલ કોલેજ હોસ્પિટલના ઓડિટોરીયમમાં તા. ૧ જુલાઈના રોજ સવારે ૮-૩૦ કલાકે અભિયાનના શુભારંભનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં અતિથી વિશેષ તરીકે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, વાપી મનપાના મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ, ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. 

Related posts

Leave a Comment