હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ગંગા સ્વરૂપના આર્થિક સહાય યોજના’ (વિધવા સહાય યોજના) હેઠળ લાભ મેળવનાર તમામ બહેનો માટે હયાતીની ખરાઈ (Life Verification) કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ સતત મળતો રહે તે માટે લાભાર્થીઓને તા.૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીમાં હયાતીની ખરાઈ ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે. આ યોજનાના લાભાર્થીઓને મળતી માસિક રૂ. ૧૨૫૦ની આર્થિક સહાય અવિરત ચાલુ રહે તે માટે સમયમર્યાદામાં વેરિફિકેશન પૂર્ણ કરવું આવશ્યક છે. નિયત સમયમાં હયાતીની ખરાઈ નહીં કરાવનાર લાભાર્થીઓનો લાભ બંધ થઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીઓ પોતાના ગામના VCE…
Read MoreDay: June 19, 2026
GSRTC કંડકટર ભરતી અંગે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટર કક્ષાની ભરતી માટે જાહેરાત ક્રમાંક GSRTC/202627/32 પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સંદર્ભે ઉમેદવારોના ધ્યાનાર્થે સ્પષ્ટ કરવામાં આવે છે કે, RTO APPROVED BASE NO., CONDUCTOR LICENCE NO. CONDUCT, ENCE DATE & VALID UP TO જેવા ફિલ્ડમાં વિગતો ભરવી મરજીયાત (વૈકલ્પિક) છે. વધુમાં જણાવાયું છે કે, ઉમેદવારો અરજી કરવાની અંતિમ તારીખ બાદ પણ માન્ય કંડકટર લાયસન્સ/બેજ તથા ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ મેળવી શકશે. દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોએ માન્ય કંડકટર લાયસન્સ/બેજ અને અન્ય જરૂરી દસ્તાવેજો અચૂકપણે રજૂ કરવા…
Read Moreપ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ પંડિત દિન દયાળ ઓડિટરીયમ હોલ ખાતે દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ગુજરાત વાયબ્રન્ટ રીજનલ સમિટ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય થકી શરૂ થયેલ આ પ્રોગામમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રભારી મંત્રી તેમજ રાજ્યમંત્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અને મોમેન્ટો આપીને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે ઉપસ્થિત સૌએ VGRC પર AV તેમજ ન્યુ MSME પોલિસી…
Read Moreવિશ્વ પર્યાવરણ સંરક્ષણની વાત
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢની ધરતી ગિરનારની ગોદમાં વસેલી છે. અહીંનો પવન પણ પ્રકૃતિની સુગંધ લઈને ફરે છે. પરંતુ આ હરિયાળી માત્ર કુદરતની દેન નથી; તેની પાછળ વર્ષોનું જતન, સંવેદના અને સમર્પણ પણ છુપાયેલું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણ સંરક્ષણની વાત કરે છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આ વિચારને માત્ર ઉજવતી નથી, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ જીવતી પણ રહે છે.લોકો સહિત સૌના સહિયારા પ્રયાસથી જૂનાગઢ મોતીબાગ કેમ્પસ માત્ર જૂનાગઢનું નહીં પણ ગુજરાતનું નજરાણું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાના શબ્દોમાં, “પ્રકૃતિને માત્ર બચાવવાની…
Read Moreકયાડા વાડી પટેલ સમાજ ખાતે જન કલ્યાણ શિબિર અને જિલ્લા કક્ષાનો પીએમ સ્વનિધિ મહોત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ઉર્જા રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢના જોષીપરા સ્થિત કયાડા વાડી પટેલ સમાજ ખાતે જન કલ્યાણ શિબિર અને જિલ્લા કક્ષાનો પીએમ સ્વનિધિ મહોત્સવ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા કયાડાવાડી ખાતે જનકલ્યાણ શિબિર યોજવામાં આવી હતી. આ તકે ઉર્જા રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના અવિરત ૧૨ વર્ષને અનુસંધાને લોકહિતાર્થે આયોજીત કાર્યક્રમમાં લોકોની સુખકારીમાં…
Read More