હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં ગંગા સ્વરૂપના આર્થિક સહાય યોજના’ (વિધવા સહાય યોજના) હેઠળ લાભ મેળવનાર તમામ બહેનો માટે હયાતીની ખરાઈ (Life Verification) કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ સતત મળતો રહે તે માટે લાભાર્થીઓને તા.૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીમાં હયાતીની ખરાઈ ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે.
આ યોજનાના લાભાર્થીઓને મળતી માસિક રૂ. ૧૨૫૦ની આર્થિક સહાય અવિરત ચાલુ રહે તે માટે સમયમર્યાદામાં વેરિફિકેશન પૂર્ણ કરવું આવશ્યક છે. નિયત સમયમાં હયાતીની ખરાઈ નહીં કરાવનાર લાભાર્થીઓનો લાભ બંધ થઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીઓ પોતાના ગામના VCE (Village Computer Entrepreneur) નો સંપર્ક કરી શકે છે.
તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની કામગીરી સંભાળતા કોમ્પ્યુટર ઓપરેટરની મદદ મેળવી શકાશે. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરીને પણ વેરિફિકેશન કરાવી શકાશે.અને વધુ માહિતી માટે નંબર ૦૨૮૭૬-૨૮૫૧૫૦ સંપર્ક કરી શકો છો.
આ યોજનામા હયાતીની ખરાઈ માટે આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર તથા લાભાર્થીની ઉંમર ૫૦ વર્ષથી ઓછી હોય તો પુનઃલગ્ન કર્યા નથી તે અંગેનો દાખલો રજૂ કરવાનો રહેશે.
