હિન્દ ન્યુઝ, કાલાવડ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેને જામનગર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજરોજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી તથા ખાનકોટડા ગામે રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકિય લાભો અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી પાડી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ, પી.જી.વી.સી.એલ. સહિતની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.
આ ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના લાભાર્થીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા.ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી.
આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ‘ધરતી કહે પુકાર કે નાટક’ રજુ થતા ઉપસ્થિત સૌ બાળકલાકારોની પ્રતિભાથી રોમાંચિત થયા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પાનસૂરિયા, વલ્લભભાઇ વાગડીયા, અલ્પાબેન જાદવ, શોભનાબેન અકબરી, સ્થાનિક પદાધિકારીઓ, ટીડીઓ, સરપંચઓ સહિત શાળાના શિક્ષકગણ અને ગામના સ્થાનિક આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.