ગરબાડા તાલુકામાં ગુલબાર ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ માટે રવિ ઋતુની વાવણી પૂર્વ ક્લસ્ટર તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, દાહોદ

     દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત દ્વારા રવિ ઋતુ પૂર્વ તાલીમ સ્વયં પ્રેરિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ગરબાડા તાલુકાના ગુલબાર ગામ ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ માટે રવિ ઋતુની વાવણી પૂર્વ ક્લસ્ટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જિલ્લામાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે પાકમાં ઉપયોગી જેવા કે , જીવામૃત ઘન જીવામૃત સહિતના પાંચ આયામો ઘરે જ તૈયાર કરવામાં આવે તે અંગે સમજણ આપવામાં આવે છે. સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ વિશે સમજાવવામાં આવે છે.તેમજ તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જરૂરી માર્ગદશન પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી તથા Atma અને GPKVB ના સ્ટાફગણ, અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment