હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, વરિષ્ઠ ડૉકટર્સ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-2025 કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો, તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રનો સંદર્ભ આપતાં જણાવ્યું કે, આપણા પુરાણોમાં તમામ રોગના ઉપાયો દર્શાવ્યા છે, જેને આજે નવી ટેક્નોલૉજીની મદદથી ઉજાગર કરવાનો સમય છે