GSRTC કંડકટર ભરતી અંગે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટર કક્ષાની ભરતી માટે જાહેરાત ક્રમાંક GSRTC/202627/32 પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ ભરતી પ્રક્રિયા સંદર્ભે ઉમેદવારોના ધ્યાનાર્થે સ્પષ્ટ કરવામાં આવે છે કે, RTO APPROVED BASE NO., CONDUCTOR LICENCE NO. CONDUCT, ENCE DATE & VALID UP TO જેવા ફિલ્ડમાં વિગતો ભરવી મરજીયાત (વૈકલ્પિક) છે.

વધુમાં જણાવાયું છે કે, ઉમેદવારો અરજી કરવાની અંતિમ તારીખ બાદ પણ માન્ય કંડકટર લાયસન્સ/બેજ તથા ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ મેળવી શકશે. 

દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોએ માન્ય કંડકટર લાયસન્સ/બેજ અને અન્ય જરૂરી દસ્તાવેજો અચૂકપણે રજૂ કરવા રહેશે.

ઉમેદવારોને ઉપરોક્ત સ્પષ્ટતાની નોંધ લેવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment