નવસારી જિલ્લામાં પૂર/અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વેપારીઓ-એકમો માટે આર્થિક અને પુનઃવસન સહાય યોજના

હિન્દ ન્યુઝ, નવસારી

    નવસારી જિલ્લામાં જુલાઈ-૨૦૨૬ દરમિયાન ભારે વરસાદ, પૂર અને અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત થયેલા નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર, વાણિજ્ય તથા સેવાકીય એકમોને આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

આ યોજનાના ઝડપી અને પારદર્શક અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે સહાય સમિતિઓની રચના કરવામાં આવી છે. 

         જેમાં નવસારી મહાનગરપાલિકા વિસ્તાર માટે સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની અધ્યક્ષતામાં, નગરપાલિકા વિસ્તાર માટે સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં, ગ્રામ્ય વિસ્તાર માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સહાય સમિતિઓ રચવામાં આવી છે. જ્યારે સહાય સંબંધિત તકરાર અથવા અપીલોના નિકાલ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અપીલ સમિતિ કાર્યરત રહેશે.

             રાજ્ય સરકારના સહાય પેકેજ હેઠળ લારી/રેકડી ધારકોને રૂ. ૭,૫૦૦, નાની કેબિન(40 ચોરસ ફુટ સુધીની) ધારકોને રૂ. ૨૫,૦૦૦, મોટી કેબિન(40 ચોરસ ફુટ થી વધુ) ધારકોને રૂ. ૫૦,૦૦૦ તથા પાકી દુકાન (છેલ્લા ત્રિમાસીકનું GST રિટર્ન ભરેલ હોય તેવા) દુકાન ધારક વેપારીઓને રૂ. 1,૦૦,૦૦૦ સુધીની રોકડ સહાય આપવામાં આવશે.

               આ ઉપરાંત, GST રિટર્ન ભરતા પાકી દુકાનના વેપારીઓને તેમના છેલ્લા ભરેલા ત્રિમાસિક GST Return ટર્નઓવર મુજબ (1) .રૂ. ૨૦ લાખ,(છેલ્લાં ત્રિમાસિક GST Return મુજબ ટર્નઓવર 7.5 લાખ સુધી હોય). (2).૨૫ લાખ (છેલ્લાં ત્રિમાસિક GST Return મુજબ ટર્નઓવર 7.5 લાખ થી 15 લાખ સુધી હોય).(3).રૂ.૩૦ લાખ( (છેલ્લાં ત્રિમાસિક GST Return મુજબ ટર્નઓવર 15 લાખ થી વધુ હોય).સુધીની લોન પર ૩ વર્ષ માટે 7 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે. જેમાં વધુમાં વધુ અનુક્રમે રૂ. ૫ લાખ, રૂ. 8 લાખ અને રૂ. ૧૦ લાખ સુધીની વ્યાજ સહાયનો લાભ મળશે. ( ઉક્ત વ્યાજ સહાય લીધેલ લોન ઉપર જ મળશે , સી.સી કે ઓ .ડી ઉપર મળવાપાત્ર થશે નંહી )માત્ર ઉકત વ્યાજ સહાય અરજી અંગે ની કાર્યવાહી બેંક પાસે થી લોન મેળવી જીલ્લા ઉધોગ કેન્દ્ર, નવસારી ને કરવાની રહેશે 

         સરકારના ઠરાવમાં નિર્ધારિત પાત્રતા મુજબ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી અને અન્ય જરૂરી પુરાવાઓના આધારે સહાય મંજૂર કરવામાં આવશે. અસરગ્રસ્ત વેપારીઓએ જરૂરી પુરાવાઓ સાથેની અરજી નવસારી મહાનગરપાલિકા, સંબંધિત નગરપાલિકા, મામલતદારશ્રી અથવા તાલુકા મામલતદાર કચેરી ખાતે રજૂ કરવાની રહેશે.

Related posts

Leave a Comment