ભારત સરકારના નીતિ આયોગ દ્વારા નમૅદા જીલ્લાના વિધાર્થીઓ ને વિદેશ જવાની તક મળશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા

ભારત સરકાર ના નીતિ આયોગ દ્વારા વર્લ્ડ એકસ્પો ઈન્ટરનેશનલ ઈવેન્ટ દુબઈ ખાતે યોજાનાર છે આ વર્લ્ડ એકસ્પો ઈન્ટરનેશનલ ઈવેન્ટ 2021/22મા ભાગ લેવા માટે નર્મદા જિલ્લામાં ધોરણ 11અને ધોરણ 12ના વિધાર્થીઓ ના મેરીટ લીસ્ટ બનાવવા માટે કલેકટર નમૅદા ના માગૅદશૅન હેઠળ જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી નમૅદા દ્વારા પરીક્ષા નુ આયોજન કરવામાં આવ્યું. પરીક્ષા મા ધોરણ ૧૦ ના સાક્ષરી વિષયો જેવા કે ગણિત વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સાથે જનરલ નોલેજ અને રીઝનીગ એબીલીટી ચકાસવા 100 માકર્સ નુ પ્રશ્ર્નપ્રત્ર તૈયાર કરવામાં આવ્યું. પરીક્ષા માટે નર્મદા જિલ્લાના બે કેન્દ્ર ફાળવવામાં આવ્યા, નિવાલદા ની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અને રાજપીપલા ની અંબુભાઈ પૂરાણી હાઈસ્કૂલ પરીક્ષામા ઉચું મેરીટ લાવશે તે વિધાર્થીને ભારત સરકાર દ્વારા દુબઈ જવાની તક મળશે. ભારત સરકાર ના નીતિ આયોગ દ્વારા દેશમાં 112 જીલ્લાને એસ્પીરેશનલ જીલ્લા તરીકે પસંદ કરેલા છે. જેમા ગુજરાત રાજ્યના બે જીલ્લા નમૅદા અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે જેમા પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું છે. રાજપીપલા ની અંબુભાઈ પૂરાણી હાઈસ્કૂલ ખાતે પરીક્ષા યોજાઈ પરીક્ષા સ્થળ વ્યવસ્થા મા સરકારી હાઈસ્કૂલ ના પી.ડી.વસાવા શાળા ના આચાર્ય મંજીતભાઈ ચૌધરી તથા શાળાના વહીવટી સ્ટાફ સાથે શિક્ષકો હાજર રહી સમગ્ર પરીક્ષા સરકાર ની ગાઈડ લાઈન મુજબ યોજાઈ.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Related posts

Leave a Comment