કયાડા વાડી પટેલ સમાજ ખાતે જન કલ્યાણ શિબિર અને જિલ્લા કક્ષાનો પીએમ સ્વનિધિ મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

ઉર્જા રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢના જોષીપરા સ્થિત કયાડા વાડી પટેલ સમાજ ખાતે જન કલ્યાણ શિબિર અને જિલ્લા કક્ષાનો પીએમ સ્વનિધિ મહોત્સવ યોજાયો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા કયાડાવાડી ખાતે જનકલ્યાણ શિબિર યોજવામાં આવી હતી.

આ તકે ઉર્જા રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના અવિરત ૧૨ વર્ષને અનુસંધાને લોકહિતાર્થે આયોજીત કાર્યક્રમમાં લોકોની સુખકારીમાં વધારો થાય એવા જનકલ્યાણના કાર્યક્રમો આયોજીત થઈ રહ્યા છે. જેના ભાગરૂપે એક જ સ્થળેથી વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જનકલ્યાણ શિબિરના માધ્યમ થી એક જ સ્થળે નાગરિકોને વિવિધ સેવાઓ પૂરો પાડવાનો છે.

મંત્રી એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદ્રશન હેઠળ નાગરિકોની સુખાકારી માટે તેમજ છેવાડાના માનવીને વિવિધ યોજનાઓ અને કાર્યક્રમનો લાભ સરળતાથી મળે એ માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યું હતું કે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશમાં મહિલાઓ, ખેડૂતો,ગરીબો અને છેવાડાના લોકો માટે કાર્યરત કરવામાં આવેલી વિવિધ યોજનાઓના સફળ અમલીકરણથી નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે. તેમને વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આજે ગરીબ અને છેવાડાના નાગરિકોને પાકા અને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિને રૂપિયા ૨૦૦૦ સીધા ખાતામાં જમા કરવામાં આવે છે. જ્યારે ગંભીર બીમારીઓમાં આયુષ્માન કાર્ડ યોજના આજે લાખો પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહયુ છે. આ ઉપરાંત જ્યોતિ ગ્રામ યોજના, ઘરે ઘરે પાણીની સુવિધા,કચ્છ સુધી માં નર્મદાના નીર પહોંચાડવા,ઘરે ઘરે ગેસ કનેક્શન ઉપલબ્ધ બન્યા છે.

સાસંદ રાજેશભાઈ ચુડાસમા એ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રમાં ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે અને ૨૦૦૧થી અત્યાર સુધીમાં તેમણે શહેરની સાથોસાથ ગામડાઓના સર્વાંગી વિકાસ માટે લાઈટ, પાણી, રસ્તા અને ‘ગોકુળિયા ગામ’ જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી અને શહેર જેવી સુવિધાઓ ગામડા સુધી પહોંચાડવાની શરૂઆત કરી છે. ભૂતકાળમાં પણ સરકારો યોજનાઓ બનાવતી હતી, પરંતુ તે યોજનાઓ માત્ર કાગળ પર સીમિત રહેતી હતી. પરંતુ વર્તમાનમાં, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. સેવા સેતુ અને જન કલ્યાણ શિબિર એ જ દિશામાં લેવાયેલું એક મહત્વનું પગલું છે, જેથી યોજનાઓનો લાભ સીધો નાગરિકોને મળી શકે.

ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સેવાનો જે યજ્ઞ આરંભ્યો હતો, તેને આજે ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. આ જનસેવાની પરંપરાને આગળ ધપાવતા રાજ્યભરમાં ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉના સમયમાં સામાન્ય નાગરિકોને એક નાનકડા દાખલા કે કુપન માટે સરકારી કચેરીઓના અસંખ્ય ધક્કા ખાવા પડતા હતા અને હાલાકી ભોગવવી પડતી હતી. પરંતુ વર્તમાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકાર પોતે જનતાના દ્વારે પહોંચી છે. હવે અધિકારીઓ સામે ચાલીને લોકોની પાસે જઈ યોજનાઓની સમજ આપી રહ્યા છે અને સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે, જે સરકારની પારદર્શકતા અને પ્રજાભિમુખ વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે.

આ કાર્યક્રમ દરમિયાન મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે આવાસ યોજના,આયુષ્માન કાર્ડ,પીએમ સ્વ નિધિ સહિતની યોજના નાગરિકોને પ્રમાણપત્ર અને સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. મંત્રી એ જનકલ્યાણ શિબિરના સફળ આયોજન બદલ જૂનાગઢ મહાનગરપાલિકા ના અધિકારીઓ કર્મચારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન નાયબ કમિશનર ડી.જે. જાડેજાએ કર્યું હતું અને આભાર વિધિ ‌ નાયબ કમિશનર જે.પી. વાજા એ કરી હતી. કાર્યક્રમમાં પીએમ સ્વ નિધિ, આવાસ યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓએ તેમની સફલ્ય ગાથા પણ રજૂ કરી હતી.

આ તકે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન સુ પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, નિવાસી અધિક કલેકટર સુ બી.એસ.બારડ, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, પૂર્વ મેયર સુ જ્યોતિબેન વાછાણી, કોર્પોરેટર પ્રફુલાબેન ખેરાળા, સોનલબેન પનારા, વંદનાબેન દોશી, પૂર્વ કોર્પોરેટર હરેશભાઈ પરસાણા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment