છોટાઉદેપુર માં નકલી ડિગ્રી બનાવતું કૌભાંડ ઝડપાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

બી.એચ.એમ.એસ, ડોકટર, ANM / GNM નરસીંગ, ધો.૧૦, ૧૨ બોર્ડ તથા ગુજરાત, દીલ્લી, સીકકીમ, હરીયાણા, તમીલનાડુ રાજયની યુનીવર્સીટીના બોગસ ડીગ્રી સર્ટીઓ બનાવી લોકો સાથે છેતરપીંડી કરી મોટી રકમ પડાવતી ગેંગને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અધિક પોલીસ મહાનિદેશક એ.ટી.એસ. ગુજરાત રાજ્ય અમદાવાદ તથા એમ.એસ.ભરાડા, C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ છોટા ઉદેપુર જિલ્લામાં ચાલતી દરેક પ્રકારની ગેરકાયદેસરની પ્રવુતી બંધ કરવા માટે સુચના કરેલ હોય, જેથી છોટાઉદેપુર એસ.ઓ.જી ખાનગી રાહે કોઇ પણ પ્રકારની ગેરકાયદેસરની ચાલતી માહીતી અંગેની હકીકત આપવા માટે લોક સંપર્ક કરેલ હતો. જે અનુસંધાને ખાનગી માહીતી મળેલ કે, લાઇબ્રેરી રોડ નસાબંધી ઓફીસ સામે ઇનફોનસીકસ એજુકેશન ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર છોટાઉદેપુરના સંચાલક તાહેરભાઇ અબ્બાસભાઇ વોરા, બી.એચ.એમ , એસ . , નર્સીંગ , ધો .૧૦ , ૧૨ તથા દીલ્લી, સીકકીમ, હરીયાણા રાજયની યુનીવર્સીટીના બોગસ ડીગ્રી સર્ટીઓ બનાવી આપતા હોવાની હકીકત આધારે ગઇ તા. ૩/૬/રર ના રોજ છોટાઉદેપુર લાઇબ્રેરી રોડ નસાબંધી ઓફીસ સામે ઇનફોનસીકસ એન્જેકેશન ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર ખાતે છોટાઉદેપુર એસ.ઓ.જી. શાખાના I / C પોલીસ ઇન્સપેકટર જે.પી.મેવાડા તથા પોલીસ સ્ટાફના માણસોએ રેઇડ કરતા તાહેરભાઇ અબ્બાસભાઇ વોરા હાજર મળી આવેલ,
જેની માહીતી સબંધે પુછપરછ કરતા પોતે કોઇ જ ફ્રોડ દસ્તાવેજ બનાવતા કે , આપતા નહી હોવાનું જણાવેલ તેમજ સરકાર માન્ય કોમ્પ્યુટર કલાસીસ ચલાવતા હોવાની હકીકત જણાવેલ,
જેથી તેમની પાસે કોમ્પ્યુટર કલાસીસ ચલાવવા માટેનું લાઇસન્સ માંગતા રજુ કરેલ નહી જેથી તેમની ઓફીસમાં તપાસ કરતા ( ૧ ) રાષ્ટ્રીય મુક્ત વિધ્યાલય સિક્ષા સંસ્થાન ( ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ) ( ૨ ) APLL સાર્ટીફિકેટ ઓફ ટ્રેઇનીંગ ન્યુ દિલ્હી -૯૨ ( ૩ ) ઇસ્ટર્ન ઇટ્યુટ ફોર ઇંટેગ્રેટેડ લર્નીંગ ઇન મેનેજમેંટ યુનીવર્સીટી સીક્કીમ ( ૪ ) પી.હાઇર સેકન્ડરીય સ્કુલ મદુરાઇ તમીલનાડૂ ( ૫ ) ગુજરાત નર્સીંગ કાઉંસીલ અમદાવાદ ( ૬ ) અખીલ ગુજરાત પેરા મેડીકલ કાઉંસીલ વોકેસનલ ટ્રેનીંગ વડોદરા ( ૭ ) સર્ટીફિકેટ કોર્સ ઓન કોમ્પ્યુટર કોંસેપ્ટસ છોટાઉદેપુર ( ૮ ) સર્ટીફિકેટ કોર્સ ઓન કોમ્પ્યુટર કોંસેપ્ટસ ડોએક સોસાયટી ન્યુ દિલ્હી ( ૯ ) સુક્ષ્મ લઘુ એવે મધ્યમ ઉધમ મંત્રાલય પ્રશિક્ષણ પ્રમાણપત્ર અમદાવાદ ( ૧૦ ) મુક્ત વિધ્યાલય શિક્ષા પરિષદ હરીયાણાના સર્ટીઓ મળી આવેલ તેમજ કોઇ પણ પ્રકારના સરકારના અધિકૃત લાઇસન્સ વગર ઇનફોનસીકસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર ના નામે સી.સી.સી. તેમજ ડી.ટી.પી., ટી.વાઇ.બી.એ., ડી.સી.એ., પી.જી. ડી.સી.એ., તેમજ નર્સીંગ, કાઉંસલીંગ, ના કોમ્પ્યુટર કલાસીસ ચલાવતા હોય આરોપી તાહેરભાઇ અબ્બાસભાઇ વોરાના કોમ્પયુટરમાં તપાસ કરતા કયા કોર્ષ ( ડીગ્રી ) માટે કેટલા રૂપીયા લેવાના તેમજ ફર્જી ડોકમ્યુમેન્ટ બનાવવા અંગેના ડોકયુમેન્ટના ફર્મા તેમજ એડીટીંગ કરવા માટેનો CORELDRAW 12 સોફટવેર મળી આવેલ હોય તથા તેમજ લોકોને નોકરીએ લગાવી આપવા માટેના સેટીંગના કેટલા રૂપીયા લેવાના તે અંગેના હિસાબનું લીસ્ટ મળી આવેલ અને ઘણા લોકો પાસેથી રૂપીયા લીધેલા હોવાની હકીકત જોવામાં આવેલ હોવાથી તમામ ડોકયુમેન્ટ તથા કોમ્પ્યુટર પ્રિનટર તેમજ અન્ય ૮ જેટલી હાર્ડ ડીસ્ક મળી આવતા તેમજ આરોપી તાહેર વોરાના મો. ફોનમાં તપાસ કરતા ઘણા લોકોએ બી.એચ.એમ ડોકટરની ડીગ્રી તથા એ.એન.એમ. / જી.એન.એમ ની નર્સીંગની ડીગ્રી મેળવવા લોકોએ વોટ્સએપ ઉપર મેસેજ કોલ કરેલ હોય તેમજ વોટસઅપ ઉપર વિતી ગયેલા વર્ષોના સર્ટી હાલના સમયમાં આપેલ હોવાના ડોકયુમેન્ટ મળી આવતા તેમના ફોન સહીત કુલ- ૩૯,૯૦૦ / – નો મુદામાલ શંકાસ્પદ મળી આવતા કબ્જે કરવામાં આવેલ હતો .

આ મળી આવેલ દસ્તાવેજો અંગે આરોપી તાહેર વોરાની પુછપરછ કરતા તેઓ અજીત મધુકર સોનવણે ( મરાઠી ) રહે. બરોડા તથા રાજેશભાઇ પટેલીયા, રહે. દોળી લીંબળી સંતરામપુર, તથા દીનેશભાઇ નાયકા રહે. રીસવેલ, મીઠીબોર છોટાઉદેપુર વાળાઓ સાથે મળીને આ તમામ પ્રકારની ગતી વીધી ચલાવતો હોવાનું જણાવેલ તેમજ તેમને ત્યાથી મળી આવેલ ડીગ્રી સર્ટીઓ તેમજ બી.એચ.એમ.એસ. ડોકટરની ડીગ્રીના સર્ટી કૌશિકભાઇ કામલીયાભાઇ રાઠવા રહેવાસી કવાટ વાળાનું તેમના ફોનમાં મળી આવતા કૌષીકભાઇ રાઠવાનો સંપર્ક કરી બોલાવતા તેઓને આપવામાં આવેલ બી.એચ.એમ.એસ. ની ડીગ્રીનું સર્ટી રજુ કરેલ. જે ધી . કાઉનસીલ ઓફ હોમીયોપેથીક સીસ્ટમ ઓફ મેડીશીન ગુજરાત સ્ટેટ નું નંબર જી . ૧૩૫૯૮ તા . ૧૮/૮/૨૦૧૭ નું આપેલ હોય અને તેઓએ આ સર્ટી અંગે ઓનલાઇન સર્ચ કરતા આ બી.એચ.એમ.એસ. ની ડીગ્રીનું સર્ટી કેવલ કુમાર હેમંતકુમાર પંડીયા ના નામનું બતાવેલ.

આ કોષીકભાઇ રાઠવા પોતે ૧૧ ધોરણ સુધીનો અભ્યાસ કરેલ હોય તેઓને આગળનો અભ્યાસ પુર્ણ કરીને બી.એચ.એમ.એસ. નું સર્ટી લેવાનું હતુ પરંતુ આરોપી તાહેર વોરા એ તેમના સાગરીત અજીત મધુકર સોનવણે કે , જેઓ અખીલ ગુજરાત પેરામેડીકલ કાઉનસીલ રીલીફ એજ્યુકેશન ટ્રસ્ટ સિધ્ધાર્થ કોમ્પલેક્ષ, બીજો માળ બ્રાહ્મણ સભા હોલની સામે પ્રતાપ રોડ સિધ્ધી વિનાયક મંદીર સામે વડોદરા ના સંચાલક હોય તેઓએ આ સર્ટી આપેલ હોય અને તેઓની પાસેથી આ બન્ને જણાએ કુલ રૂા. ૫,૫૮,૦૦૦ / – જેટલી મોટી રકમ લઇ લીધેલ. આ ડીગ્રી સર્ટી ફ્રોડ હોવાથી આ બન્ને જણાઓ પાસેથી રુપીયા પરત માંગેલા પરંતુ રૂપીયા પરત આપેલ નહીં .

આ ઉપરાંત ગુજરાત નર્સીંગ કાઉંસીલ અમદાવાદની સંસ્થાન વસાવા વનીતાબેન મગનભાઇ ના નામના માર્કસીટ સીરીયલ નંબર- DN 07150052 તથા સીરીયલ નંબર- DN 07 149949 ના નીંગના ડીગ્રી સર્ટી મળી આવેલ હોય અને વનીતાબેન વસાવા જેતપુર પાવી ના વતની હોવાની હકીકત તાહેર વોરાએ જણાવેલ,
જેથી તેમને ડીગ્રી સર્ટી અંગે પુછતા તેઓ આગાઉ તાહેર વોરાને ત્યા નર્સીંગના કોર્ષ માટે જતા હતા ત્યારે આ સંસ્થામાં કાંઇક ખોટુ થઇ રહેલ હોવાનું જણાતા તેઓએ નર્સીંગ કોર્ષ કરવાનું છોડી દીધેલ હતુ પરંતુ તાહેરભાઇ વોરાએ અજીત મધુકર સોનવણે ( મરાઠી ) પાસેથી તેમના ડીગ્રી સર્ટી બનાવડાવી આપેલ અને વનીતાબેનને કોલ કરી રૂપીયાની માંગણી કરી ડીગ્રી સર્ટી લઇ જવા જણાવેલ પરંતુ લેવા માટે ગયેલા ન હતા. આ બનાવ સબંધે અજીત મધુકર સોનવણે ને વડોદરાથી પકડી પાડવામાં આવેલ અને તેમના ફોનમાં તપાસ કરતા કૌશિકભાઇ કામલીયાભાઇ રાઠવા ને આપેલ ફ્રોડ બી.એચ.એમ.એસ. ના સર્ટીનો ફોટો તેમજ તમામ ડોકયુમેન્ટ મળી આવેલ છે અને તેમના ફોનમાં પણ ઘણા લોકોના ફોન નંબર થી વોટસઅપ ઉપર મેસેજ વોઇસ મેસેજ તેમજ ડોકયુમેન્ટની આપ-લે થયેલ છે તેમજ હાલના સમયના ફી ના રૂપીયા લઇને વિતી ગયેલા વર્ષોના સર્ટી અખીલ ગુજરાત પેરામેડીકલ કાઉનસીલ રીલીફ એજ્યુકેશન ટ્રસ્ટ ના નામના આપેલા હોવાના પુરાવા મળેલ છે તેમજ ઘણા લોકો પાસેથી ફ્રોડ ડીગ્રી સર્ટીઓ આપી મોટી રકમ લીધેલ હોય તેઓએ મેસેજ થી વાત ચીત કરીને અજીત મધુકર સોનવણે વિરૂધ્ધમાં કેસ કરવા સબંધેના મેસેજો પણ જોવા મળેલ છે જેની તપાસ ચાલુ છે. આરોપી તાહેર વોરાએ લોકોને વિશ્વાસ અને ભરોસામાં લઇ છોકરાઓને નોકરીએ લગાવી દેવા માટેનું સેટીંગ કરી આપવા માટેના ભાવો લખેલા હોય અને અમુક લોકો પાસેથી રૂપીયા લઇને રાજેશભાઇ પટેલીયા, રહે. દોળી લીંબળી સંતરામપુર તથા દીનેશભાઇ નાયકા રહે. રીસવેલ, મીઠીબોર છોટાઉદેપુર નાઓને ગુગલ પે ટ્રાન્સફર કરી આપેલા છે પરંતુ નોકરીએ લગાવવા માટેના કોઇ જ સેટીંગ કરી શકેલ નથી.

અત્યાર સુધીની તપાસ દરમ્યાન અલગ અલગ ઘણા વ્યકતીઓ પાસેથી રૂા. ૧૧,૪૨,૦૦૦ / – લીધેલ હોવાનું જણાયેલ છે અને તપાસ દરમ્યાન બીજા બધા લોકો પાસેથી રૂપીયા લીધેલ હોવાનું જણાય આવેલ છે અને સર્ટીઓ આપેલા નથી જે સબંધેનું વોટસઅપ ચેટીંગ આ બન્ને જણા સાથેનું પણ ફોનમાંથી મળી આવેલ છે.

આ ઉપરાંત ઘણા લોકોને ફ્રોડ ડોકયુમેન્ટ આપેલા હોય જે સબંધે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન એ , પાર્ટ ગુ ૨.ર્ન , ૫૫૬/૨૨ ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ , ૪૬૫ , ૪૬૭ , ૪૬૮ , ૪૭૧ તથા ૧૨૦ બી . મુજબનો ગુનો દાખલ કરી એસ.ઓ.જી. છોટાઉદેપુરના I / C પોલીસ ઇન્સપેકટર જે.પી.મેવાડા કરી રહેલ છે આ ગુનાની તપાસ દરમ્યાન હજુ ઘણા ભેદ ખુલે તેવી શકયતા છે .

પકડાયેલ ઇસમ
( ૧ ) તાહેરભાઇ અબ્બાસભાઇ વોરા , રહે . લાઇબ્રેરી રોડ નસાબંધી ઓફીસ સામે ઇનફોનસીકસ એજુકેશન ઇન્ટ્રીય સેન્ટર છોટાઉદેપુર
( ૨ ) અજીત મધુકર સોનવણે , અખીલ ગુજરાત પેરામેડીકલ કાઉનસીલ રીલીફ એન્ડ્રુકેશન ટ્રસ્ટ સિધ્ધાર્થ કોમ્પલેક્ષ , બીજો માળ બ્રાહમણ સભા હોલની સામે પ્રતાપ રોડ, સિધ્ધી વિનાયક મંદીર સામે વડોદરા ના સંચાલક પકડવાના બાકી
( ૧ ) રાજેશભાઇ પટેલીયા , રહે . દોળી લીંબળી સંતરામપુર ,
( ૨ ) દીનેશભાઇ નાયકા રહે . રીસવેલ , મીઠીબોર છોટાઉદેપુર તથા તપાસમાં મળી આવે તે વિગેરે કરનાર આ કામગીરી SOG I / C પો.ઈન્સ.જે.પી.મેવાડા , એ.એસ.આઇ નિતેષભાઇ રાયસિંહ , HC મહેન્દ્રસિંહ , છત્રસિંહ રૂપસિંહ , HC રમેશભાઇ કંદુભાઇ , HC મિતેષકુમાર લક્ષ્મણસિંહ , HC વિક્રમભાઇ કોટવાલભાઇ, HC ભાવસીંગભાઇ બનીયાભાઇ, અ.પો. કો સુરેશ કુમાર ખુમાનસિંહ, HC પ્રવિણભાઇ તેરીયાભાઇ, HC અર્જુનભાઇ કરશનભાઇ, HC મિનેષભાઇ નારસીંગભાઇ તથા WPC ધર્મિષ્ઠાબેન મુકેશભાઇ નાઓ જોડાયેલ હતા.

રિપોર્ટ : યાકુબરઝા પઠાણ, છોટાઉદેર

Related posts

Leave a Comment