“ભાગ… જેહાદી ભાગ! સંભળાય છે સિંહણની ત્રાડ !”

હિન્દ ન્યુઝ, રાપર (કચ્છ)

રાપર (કચ્છ)માં ‘લવ જેહાદ’નું બિભત્સ ષડયંત્ર : સગીરાને 3 વાર ગર્ભવતી કરી,અજમેરમાં ધર્માંતરણ

 ભાઈ અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ

ધર્માંન્તરણના છેડા છેક અજમેરના મૌલવી સુધી જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ

“હિન્દ રક્ષક સંઘ”ના સંસ્થાપક અધ્યક્ષા ડો.સીમાબેન પટેલના સપાટાથી વિધર્મી સીધો જેલના સળિયા પાછળ!

        દેશમાં ‘લવ જેહાદ’,લેન્ડ જેહાદ અને ‘ધર્માંતરણ’નું ષડયંત્ર બહુ મોટા પાયે ચાલી રહ્યો છે ત્યારે લવ જેહાદ ષડયંત્રનો વધુ એક હૃદયદ્રાવક કિસ્સો કચ્છ જિલ્લાના રાપર ખાતેથી સામે આવ્યો છે. એક સગીર વયની હિન્દુ યુવતીને વિધર્મી દ્વારા પ્રેમજાળમાં ફસાવી, નિકાહ અને ધર્માંન્તરણના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો અને છેલ્લા બે વર્ષથી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી નરકાગાર જેવી યાતનાઓ આપવામાં આવી હોવાનો પણ પર્દાફાશ થયો છે, આ મામલો સામે આવતા જ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી હતી.

       વિધર્મી શખ્સ દ્વારા હિન્દુ સગીરાને તેના ભાઈને મારી નાખવાની અને સમગ્ર પરિવારને બરબાદ કરી દેવાની વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી. આ ડરનો લાભ ઉઠાવીને આ નરાધમ દ્વારા છેલ્લા બે વર્ષથી સગીરા પર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવતું હતું. આ પાશવી અત્યાચાર દરમિયાન સગીરાને ત્રણ-ત્રણ વાર ગર્ભવતી કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ ગુપ્ત રીતે તેનો ગર્ભપાત પણ કરાવી નાખવામાં આવ્યો હતો.

     સુત્રો પાસેથી મળતી માહિતી કોઈપણ સંવેદનશીલ વ્યક્તિના રૂવાડા ઊભા કરી દે તેવી છે. વિધર્મી આરોપી સગીરાને અજમેર ખાતે લઈ ગયો હતો. ત્યાં સ્થાનિક મૌલવીની સાંઠગાંઠથી યુવતીનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવી દેવાયું હતું. એટલું જ નહીં, હિન્દુ દીકરીનું નામ બદલીને ‘સકીના’ કરી નાખવામાં આવ્યું હતું અને મોલવી દ્વારા નિકાહ પણ પઢાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના હિન્દુ સમાજની દીકરીઓના વાલીઓ માટે લાલબત્તી સમાન છે.


હિન્દ રક્ષક સંઘ અને ડો. સીમાબેન પટેલ : સનાતનની સુરક્ષાની ઢાલ

       ડો.સીમાબેન પટેલ હવે કોઈ ઓળખાણના મોહતાજ રહ્યાં નથી… આજે ગુજરાત અને દેશભરમાં હિન્દુ દીકરીઓની સુરક્ષા અને સન્માનના રક્ષણ માટે એક મજબૂત પર્યાય બની ચૂક્યા છે. રાપર (કચ્છ)ની આ ઘટનાની જાણ થતાં જ ડો. સીમાબેન પટેલ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક રાપર (કચ્છ) પહોંચી ગયા હતા. તેમણે પીડિત પરિવારની રૂબરૂ મુલાકાત લઈને તેમને સાંત્વના આપી અને હિંમત પૂરી પાડી હતી. ડો. સીમાબેન અને તેમની ટીમે સતત બે દિવસ ભારે જહેમત ઉઠાવી સ્થાનિક પોલીસ તંત્ર સાથે સતત જીવંત સંકલન સાધીને આરોપી વિરુદ્ધ કડક કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ‘હિન્દ રક્ષક સંઘ’ની આ ત્વરિત અને સચોટ કામગીરી સનાતન સમાજ માટે ગૌરવરૂપ છે.


રાપર પોલીસની પ્રશંસનીય અને સપાટાબંધ કામગીરી

        આ ગંભીર મામલામાં રાપર (પૂર્વ કચ્છ) પોલીસ મથકના નીડર પીઆઈ આર.એલ.ખટાણાની કામગીરી પણ અત્યંત પ્રશંસનીય રહી છે. ડો. સીમાબેન પટેલે સમગ્ર ઘટનાની વિગતો આપી યોગ્ય તપાસ માટે વિનમ્ર રજૂઆત કરતા જ પીઆઈ ખટાણાએ ગુનાની ગંભીરતાને પારખી લીધી હતી. યુવતીની માતાની ફરિયાદના આધારે પોલીસે તુરંત જ અલગ-અલગ ટીમો બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું. ગણતરીના કલાકોમાં જ હિન્દુ યુવતીને હેમખેમ શોધી કાઢવામાં આવી હતી અને વિધર્મી નરાધમ ‘જાહીન અબ્દુલ ચૌહાણ’ને પણ દબોચી લેવાયો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેથી આ ષડયંત્રના મૂળ સુધી પહોંચી શકાય. આ નિષ્ઠાપૂર્વકની કામગીરી બદલ ડો. સીમાબેન પટેલે પી.આઈશ્રી ખટાણા સાહેબ અને સમગ્ર પોલીસ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.


હિન્દુ સંગઠનોની એકતા રંગ લાવી

       હિન્દુ દીકરીને ન્યાય અપાવવા માટે રાપરમાં તમામ સંગઠનો એકતાના તાંતણે બંધાયા હતા. ડો. સીમાબેન પટેલે હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, હિન્દુ યુવા સંગઠનના પૂર્વ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ ભીમજીભાઈ ગોહિલ, હિન્દુ યુવા સંગઠનના કચ્છ જિલ્લા મંત્રી ગૌતમભાઈ ડાંગર, રાપરના ગૌરક્ષક જગુભા જાડેજા, હરેશભાઈ પ્રજાપતિ, હમીરજી સોંઢા, રામજીભાઈ આહીર, શશિકાંતભાઈ પટેલ (એએચપી), રાપર તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઈ મસૂરીયા, સંજયભાઈ ત્રિવેદી, ઋષભભાઈ, શૈલેષભાઈ સોની અને પંકજભાઈ જોશી સહિતના તમામ હિન્દુ આગેવાનોનો મુક્તકંઠે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


‘દેશની વસ્તી સંતુલન બદલવાના કાવતરાને સફળ થવા નહીં દઈએ : ડૉ. સીમાબેન પટેલ 

        એક સત્તાવાર અખબારી યાદીમાં ‘હિન્દ રક્ષક સંઘ’ના અધ્યક્ષા ડો. સીમાબેન પટેલે ગર્જના કરતાં જણાવ્યું હતું કે ‘હિન્દ રક્ષક સંઘ’ હિન્દુ દીકરીઓની સુરક્ષા અને સન્માનની રક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ છે અને રહેશે. વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવતા ‘લવ જેહાદ’, ‘લેન્ડ જેહાદ’ અને ‘ ધર્માંતરણ’ જેવી રાષ્ટ્રવિરોધી અને સનાતન વિરોધી ષડયંત્ર સામે કાયદાકીય અને સામાજિક સ્તરે અમારી લડત અવિરત ચાલુ રહેશે. લવ જેહાદ દ્વારા વિધર્મીઓ દેશની વસ્તી સંતુલન બદલવા માંગે છે, તેમની દરેક કોશિશને “હિન્દ રક્ષક સંઘ” હરહંમેશ પડકારરૂપી જડબાતોડ જવાબ આપશે. અમે હિન્દુ યુવતીઓને આવા રાષ્ટ્રવ્યાપી ષડયંત્રોના ભરડામાંથી ઉગારતા રહીશું.’

Related posts

Leave a Comment