હિન્દ ન્યુઝ, અમદાવાદ
ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’ના નવતર પ્રયોગને સફળતા!
દેશના અગ્રણી સેમિકંડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ધોલેરામાં ગુજરાત સરકારના વન વિભાગ અને DSIRDAના સંયુક્ત પ્રયાસોથી અત્યંત ખારાશવાળી જમીન પર ‘ડ્રમ પ્લાન્ટેશન’ ટેકનિકથી 3,200 વૃક્ષો ઉછેરવામાં સફળતા; માત્ર એક જ વર્ષમાં 12 ફૂટ જેટલા ઊંચા રોપાઓ થકી રણ સમાન ઉજ્જડ પ્રદેશમાં હરિયાળી લહેરાતા એક નવી ઈકોસિસ્ટમ જીવંત બની.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ના વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાકાર કરતું ધોલેરા આજે ટકાઉ અને પર્યાવરણલક્ષી વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે.
