હિન્દ ન્યુઝ, ભાવનગર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી અંતર્ગત શ્રી નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિધાયલ, ભાવનગર ખાતે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ હતો.
તા.02/08/2025ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, નિલમબાગ, ભાવનગર ખાતે બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના નવનીતભાઈ જોષી, કૃષિકાબેન, સ્કુલના શિક્ષિકામેડમ વર્ષાબેન પરમાર, પુર્ણા કન્સલ્ટન્ટ હેલીબેન આઈસીડીએસ શાખા, મહાનગર પાલિકા, સ્કુલના શિક્ષણગણ, સંકલ્પ DHEW યોજનાના (ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્વારમેન્ટ ઓફ વિમેન) મિશન કો-ઓર્ડિનેટર અને જેન્ડર સ્પેશ્યાલીસ્ટ, PBSC (પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર) સેન્ટરના કાઉન્સેલર, OSC (સખી વન સ્ટોપ સેન્ટર) કેન્દ્ર સંચાલક, 181 અભયમ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર અને શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્વારમેન્ટ ઓફ વિમેન મિશનના કર્મચારી દ્વારા નારી વંદન ઉત્સવના મહત્વ અને વિવિધ દિવસોની માહિતી તેમજ બેટી બચાવો બેટી પઢાવો દિવસ અંગે પ્રાસંગીક માહિતી આપેલ હતી. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા દિકરીઓ અને બાળકોના રક્ષણ માટેની યોજના અને કાયદા તેમજ ગુડ ટચ બેડ ટચ અંગે વિગતવાર માહિતી આપેલ ત્યારબાદ પુર્ણા કન્સલ્ટન્ટ દ્વારા આંગણવાડી તેમજ પુર્ણા યોજનાની માહિતી આપી જેમાં દિકરીઓના આરોગ્ય અને પોષણ અંગે વિગતવાર સમજ આપેલ હતી ત્યારબાદ OSC, PBSC, 181, ની ઉપયોગીતા વિશે સમજ આપેલ અંતમાં DHEWના કર્મચારી દ્વારા મહિલા અને બાળ વિકાસની કચેરીની વિવિધ યોજનાની માહિતી આપેલ અને મહાનુભાવોના વરદ હસ્તે વ્હાલી દિકરી યોજનાના ત્રણ લાભાર્થી મંજુરી હુકમ અને દિકરી વધામણા કીટ તેમજ ત્યારબાદ શિક્ષણ ક્ષેત્ર ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ૫ દિકરીઓને સન્માનિત કરવામાં આવેલ ત્યારબાદ કાર્યક્ર્મના અંતમાં PBSC કાઉન્સેલર રીનાબેન વાધેલા દ્રારા આભારવિધિ કરવામાં આવી હતી.
