કલેકટર કેતન ઠક્કર અને કમિશ્નર ડી.એન. મોદીની અધ્યક્ષતામાં “ગણેશચતુર્થી” તથા “નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીની અધ્યક્ષતામાં “ગણેશચતુર્થી” તથા “નેશનલ સ્પોર્ટ્સ ડે” ને અનુલક્ષીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.  મ્યુનિસિપલ કમીશ્નરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગણેશચતુર્થીના તહેવારને અનુલક્ષીને તેમજ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયનાં જામનગર સહીત ૨૯ જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા…

Read More

શાળાકીય રમતોત્સવમા ચીંચલીની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યુ

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લામા ચાલી રહેલી જિલ્લા કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધા અંતર્ગત SGFI ની કબડ્ડી સ્પર્ધામા ચીંચલી સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ સ્પર્ધામા અંડર 14 (ભાઈઓ) ની ટીમે પ્રથમ સ્થાન, અંડર 17 (ભાઈઓ) પ્રથમ સ્થાન, તેમજ અંડર 17 (બહેનો) એ દ્વિતીય સ્થાન, અને અંડર 14 (બહેનો) ની ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંતઅંડર 17 ખો ખો (બહેનો) એ પણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ કબડ્ડી SGFI સ્પર્ધામા આ શાળાની અંડર 14…

Read More

કર્ણાવતી કોન્વેન્ટ સ્કૂલમાં થયેલી હત્યાની ઘટનાને લઈ હિન્દુ સેનાની ખુલી ચેતવણી

હિન્દ ન્યુઝ, જામનગર      કર્ણાવતીની ક્રિશ્ચન મિશનરી દ્વારા ચાલતી સેવન્થ ડે સ્કૂલ માં એક મુસ્લિમ વિદ્યાર્થીએ હિંદુ વિદ્યાર્થીની હત્યા કરી, જેને લઈ સ્કૂલમાં 15,000 થી વધુ લોકો પહોંચી સ્કૂલમાં રજા અપાવી દીધી એટલું જ નહીં આ સ્કૂલના પ્રિન્સિપાલ કે સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી ન થતા વાલીઓમાં રોષ પ્રગટ્યો હતો. અગાઉ પણ મારામારીના બનાવો બન્યા હતા, પરંતુ સ્કૂલ દ્વારા કોઈ સચોટ કાર્યવાહી ન થતા અને પ્રિન્સિપાલ પર પણ અગાઉ અરજી, ફરિયાદો થયેલી છે, ત્યારે ગુજરાતમાં કોન્વેન્ટ સ્કૂલ ઉપર પ્રતિબંધ મૂકવા અને તેમની શિક્ષણ પદ્ધતિ બંધ કરાવવા હિન્દુ સેનાની ગુજરાત સરકાર…

Read More