કર્ણાવતી કોન્વેન્ટ સ્કૂલમાં થયેલી હત્યાની ઘટનાને લઈ હિન્દુ સેનાની ખુલી ચેતવણી

હિન્દ ન્યુઝ, જામનગર 

    કર્ણાવતીની ક્રિશ્ચન મિશનરી દ્વારા ચાલતી સેવન્થ ડે સ્કૂલ માં એક મુસ્લિમ વિદ્યાર્થીએ હિંદુ વિદ્યાર્થીની હત્યા કરી, જેને લઈ સ્કૂલમાં 15,000 થી વધુ લોકો પહોંચી સ્કૂલમાં રજા અપાવી દીધી એટલું જ નહીં આ સ્કૂલના પ્રિન્સિપાલ કે સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી ન થતા વાલીઓમાં રોષ પ્રગટ્યો હતો. અગાઉ પણ મારામારીના બનાવો બન્યા હતા, પરંતુ સ્કૂલ દ્વારા કોઈ સચોટ કાર્યવાહી ન થતા અને પ્રિન્સિપાલ પર પણ અગાઉ અરજી, ફરિયાદો થયેલી છે, ત્યારે ગુજરાતમાં કોન્વેન્ટ સ્કૂલ ઉપર પ્રતિબંધ મૂકવા અને તેમની શિક્ષણ પદ્ધતિ બંધ કરાવવા હિન્દુ સેનાની ગુજરાત સરકાર પાસે માંગણી છે. 

     તાજેતરની પુરી ઘટના ની જાણકારી માટે હિન્દુ સેના ગુજરાત ઉપાધ્યક્ષ વિનય શર્મા સ્થળ પર પહોંચી તપાસ કરતા વિગતે માહિતી મળી, જેને લઇ ગુજરાતમાં આવી સ્કૂલોને કાયમી ધોરણે બંધ કરાવી આપવા કોન્વેન્ટ સ્કૂલ ના સંચાલકો તેમજ પ્રિન્સિપાલોને પણ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે ખુલ્લી ચેતવણી આપી છે. જો આવા બનાવો વધવા પામ્યા તો હિન્દુ સેના શિક્ષણ વિભાગ પણ શાંત નહીં બેસે અને ન્યાય મેળવવા માટે કોઈપણ પગલાં લેવા માટેની તૈયારી બતાવશે. જરૂર પડ્યે શિક્ષણમાં શાસ્ત્રની સાથે શસ્ત્રનો પણ ઉપયોગ કરવામાં હિન્દુ સેના ખચકાશે નહીં. જેથી ગુજરાતમાં હિન્દુ સેના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ખાતાને તેમજ સરકારશ્રીને વિનંતી સાથે અને કોન્વેન્ટ સ્કૂલના સંચાલકને ખુલ્લી ચેતવણી આપી રહી છે.

રિપોર્ટ : પ્રતીક ભટ્ટ, જામનગર 

Related posts

Leave a Comment