શ્રાવણના બીજા સોમવારે અવસરે સોમનાથમાં ભક્તિની સરવાણી

હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. વહેલી સવારે 4:00 વાગ્યા થી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓ ઉલ્લાસપૂર્ણ માહોલમાં સોમનાથ દાદાના દર્શન મેળવવા માટે ઉમટ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટની સુચારુ દર્શન વ્યવસ્થાને કારણે કોઈપણ યાત્રીને ગણતરીની મિનિટોમાં સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં આવી હતી, મોટી સંખ્યામાં વૃદ્ધો અને દિવ્યાંગોને ટ્રસ્ટની ઇલેક્ટ્રિક કાર્ટ અને વ્હીલચેર, લિફ્ટ જેવી દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓનો લાભ મળ્યો હતો. સવારે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા…

Read More