હિન્દ ન્યુઝ, દાહોદ
શ્રાવણ મહિના ના પવિત્ર દિવસે પાણીયા મુકામે પ્રભાતસિંહ ના નિવાસ સ્થાને પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં લીમખેડા તાલુકા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન અમૃતભાઈ પ્રજાપતિ લીમખેડા તાલુકાના સંયોજક હિંમતભાઈ બારીયા, અશોકભાઈ, ગોવિંદભાઈ પટેલ, રૂપસિંહભાઇ, ઝવેરભાઈ વગેરે ટોળી દ્વારા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરાવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિજનભાઈઓ બહેનો યુવાનો અને સ્નેહીજનોએ ખૂબ ભક્તિ ભાવપૂર્ણ અને ઉત્સાહથી ભાગ લીધો તેમજ ગાયત્રી મંત્ર ની તેમજ મહામૃત્યુંજય મંત્ર ની આહુતિ આપવામાં આવી. ટોલી નાયક અમૃતભાઈ દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવનો સંદેશ પણ આપવામાં આવ્યો અને સાથે સાથે મંત્ર દીક્ષા પણ આપવામાં આવી.
રિપોર્ટર : ગોવિંદભાઈ પટેલ, દાહોદ
