હિન્દ ન્યુઝ, કાલાવડ
નિકાવા ગામના રહીશ કાલાવડ તાલુકા ભરવાડ સમાજના પ્રમુખ ભોજાભાઈ વી. ટોયટાના એડવોકેટ પુત્ર ટપુભાઈ ટોયટા નો આજે જન્મદિવસ છે. નિકાવા ગામે સંયુક્ત પરિવારમાં ટપુભાઈ નો ઉછેર થયો છે અને આજે પણ તેમના દાદા વિસાભાઈ ઘુસાભાઈ ટોયટાના છત્રછાંયામા રહે છે. દાદી સ્વ.બાલુમાં નો લાડકવાયો ટપુ આજે દાદા વિસાબાપા, ભોજાભાઈ વિસાભાઈ (પપ્પા), અલ્પાબેન ભોજાભાઈ (માતા), દિનેશભાઈ વિસાભાઈ (કાકા), સોનલબેન દિનેશભાઈ (કાકી), રૂષિકાબેન ટપુભાઈ (પત્ની), સતિષભાઈ દિનેશભાઈ (નાનો ભાઈ), તેજલબેન સતિષભાઈ (નાના વહુ), વંશ્રીબેન ભોજાભાઈ (નાની બહેન), જયભાઈ દિનેશભાઈ (નાનો ભાઈ) સાથે પરિવારના કુલ અગીયાર સભ્યો સાથે આજના આ ફાસ્ટ યુગમા પણ એકજ છત નીચે એકબીજા હળીમળીને રહે છે જે આજના સમયમાં ખુબજ ગર્વ ની બાબત કહેવાય અને વિસાભાઈ ઘુસાભાઈ ટોયટા જેવા વડિલ પાસે થી આપણે બધા એ સંયુક્ત પરિવાર ની ભાવના બાબતે બોધ લેવાની જરૂર છે. એડવોકેટ ટપુભાઈ ટોયટા નો જન્મ તારીખ 18/08/2001 ના રોજ નિકાવા મુકામે થયો હતો. હાલ તેઓ રાજકોટ ખાતે વકીલાત ની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ટપુભાઈના જન્મદિવસ પર તેમના પરિવાર સહીત બહેન વંદનાબેન, જમાઈ ચિરાગકુમાર ની સાથે સગા સબંધીઓ, એડવોકેટઓ મીત્રો તેમજ ગ્રામજનો શુભેચ્છાઓ સાથે પોતાના કાર્યક્ષેત્રમા હર હંમેશા આગળ વધતા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.
