હિન્દ ન્યુઝ, સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ કૃષ્ણ દશમી અને શ્રાવણના અંતિમ સોમવારના પવિત્ર દિવસે વિશિષ્ટ બોરસલી શૃંગાર કરવામાં આવ્યો હતો.
હિન્દુ ધર્મમાં બોરસલ્લી વૃક્ષનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. બોરસલ્લી શિવજીના સદ ચિત આનંદ અને શાંતિ અને નિર્મોહનું પ્રતીક છે. બોરસલ્લી વનસ્પતિનો ઉપયોગ ધાર્મિક અને આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શિવલિંગ પર બોરસલ્લીના શ્રૃંગારના દર્શનથી ભક્તો સકારાત્મકતા અને શાંતિ પ્રાપ્ત કરે છે.
આજરોજ ભક્તિમય વાતાવરણમાં ભક્તો દ્વારા 72 ધ્વજાપૂજન, 61 સોમેશ્વર મહાપૂજન,599 રૂદ્રાભિષેક પાઠ કરવામા આવેલ. સાંજે 07 સુધીમાં 63,857 ભક્તોએ દર્શન નો લાભ લીધો હતો.
