હિન્દ ન્યુઝ, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’ના એપિસોડમાં મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત થવાની અપીલ કરી છે. જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન કાર્યરત કર્યું છે. જે અંગે વાત કરતા હીર શેઠે જણાવ્યું હતું કે, હું ઓવર વેટ તથા પી.સી.ઓ.ડી. જેવા હેલ્થ ઈસ્યુ થી પીડાતી હતી. જેના કારણે મારી ફિઝીકલ અને મેન્ટલ ફિટનેસ વચ્ચે બેલેન્સ ખોરવાઈ ગયુ હતું એટલે મેં ઝુમ્બા શરૂ કર્યા ૬ મહીના સુધી મેં “નો સુગર, નો જંક ફૂડ, બેલેન્સ ડાયટ, પ્રોપર સ્લીપ સાઇકલની સાથે સાથે ડિસીપ્લીન અને એક પણ દિવસની રજા રાખ્યા વગર ફીટનેસ ઉપર પુરતું ધ્યાન આાપીને ૧૩-૧૪ કિલો વજન ઉતાર્યું છે. જેના કારણે મારો આત્મ વિશ્ર્વાસ વધ્યો છે. તમામ લોકોએ વજન ઉતારીને હેલ્ધી લાઈફ જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
