રાજકોટના તમામ લોકો મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં જોડાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ

   છેલ્લા કેટલાક સમયથી આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે લોકોનું જીવન બેઠાડુ બની રહ્યું છે. જેના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો મેદસ્વિતા બાબતે કાળજી રાખવામાં ન આવે, તો આવા લોકો અન્ય અનેક રોગોમાં સપડાય તેવી સંભાવના છે. આથી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફિટ ઇન્ડિયા માટે યોગાભ્યાસ, ખેલકૂદ, ડાન્સ, પરિશ્રમ તથા વ્યાયામને મહત્વ આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’ના એપિસોડમાં મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત થવાની અપીલ કરી છે. જેને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન કાર્યરત કર્યું છે.

દિપાબેન સુચકે જણાવ્યું હતું કે, છ-આઠ મહિના પહેલા મારું વજન ૮૫ કિલોથી વધુ હતું, ત્યારે મને ચાલવા સહિતની બીજી ઘણી તકલીફો પડતી હતી. મારા માટે જીમ કે યોગ કરવાનું અધરુ હતું. તેથી મેં મારા ઘર પાસે ઝુમ્બા ફિટનેસ સેન્ટર જોઈન કર્યું. ધીમે ધીમે હું રેગ્યુલર થઈ અને મજા આવવા લાગી. ઝુમ્બા ડાન્સના કારણે મારી ફિઝીકલ ફિટનેસ તથા મેન્ટલ ફિટનેસમાં ઘણો ચેન્જ આવ્યો. અને મે આઠ થી દસ મહીનામાં ૧૮ કીલો જેટલું વજન ઉતાર્યું છે. હાલમાં મારુ વજન ૬૮ કિલો જેટલું છે. મે ઝુમ્બા, ડાયટ અને સ્લીપ સાઇકલ દ્વારા મારું વજન ઉતાર્યું. આ બાબતે સૌએ જાગૃત થવાની જરૂર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા આ મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં જોડાઈને મેં તો મારું વજન ઉતાર્યું છે અને મારા મિત્રો પણ પોતાનું વજન ઉતારી રહ્યા છે. રાજકોટના તમામ લોકો મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં જોડાઈને ઓબેસિટી ફ્રી બને તેવી શુભેચ્છા તેઓએ પાઠવી હતી.

Related posts

Leave a Comment