હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન કાર્યરત કર્યું છે. જે વિશે વાત કરતા રાજકોટના ઝુમ્બા ફિટનેસ ટ્રેઈનર મુસ્કાન વ્યાસ જણાવે છે કે, ઝુમ્બા ફિટનેસ વ્યક્તિની કાર્ડીયોવેસ્ક્યુલર હેલ્થને બુસ્ટ કરે છે, હોર્મોન બેલેન્સ કરે છે, હાર્ટને પણ હેપ્પી રાખે છે. જેનાથી વેઈટ લોસ ઝડપથી થાય છે. જે લોકોને વર્કઆઉટ બોરીંગ લાગે તે લોકો માટે ઝુમ્બા ફિટનેસની અંદર મ્યુઝિક અને ફન સાથે વર્કઆઉટ કરવું ખુબ જ સહેલું છે. ફન સાથે વર્કઆઉટ કરીએ ત્યારે માઈન્ડ અને બોડી હેપ્પી અને હેલ્ધી ફીલ કરે છે. અત્યારે ભારતમાં અને ગુજરાતમાં ઓબેસિટી એક મોટી ચેલેન્જ છે. જ્યાં જોઈએ ત્યાં આપણને વધુ વજનની સમસ્યાથી પીડાતા લોકો જોવા મળે છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાગરિકોને સ્વાસ્થ્યની જાગૃતિ માટે શરૂ કરાવવામાં આવેલા મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં મહત્તમ લોકોને જોડાવા અપીલ કરુ છું.
