મુંજકા-૨ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ સતત ત્રીજા વર્ષે શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

હિન્દ ન્યુઝ, રાજકોટ

     મુંજકા-૨ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ સતત ત્રીજા વર્ષે શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન, સહિતના અધિકારીઓએ શાળાને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે ખેલકૂદમાં પણ આગળ વધે, તે માટે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજનાબદ્ધ કામગીરી કરાઈ રહી છે. ત્યારે મુંજકા-૨ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે રમત ગમતમાં પણ અગ્રેસર રહીને શાળાનું ગૌરવ વધારી રહ્યા છે.

શાળામાં અભ્યાસ કરતી ધોરણ-૮ ની વિદ્યાર્થિની ચારમી એન.એમ.એમ.એસ. પરીક્ષામાં સમગ્ર રાજકોટમાં બીજા ક્રમે આવી છે. ધો.૮ માં અભ્યાસ કરતી કિંજલ અને કોમલે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષામાં ૬૦૦ મી. દોડ તેમજ ૧૫૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ એન.એમ.એમ.એસ. પરીક્ષામાં પણ સારા માર્કસ સાથે પાસ થયા છે. ધોરણ-૫ માં લેવાનાર CET શિષ્યવૃત્તિ પરીક્ષામાં ૫ બાળકોએ ઉચ્ચ ગુણ સાથે મેરીટમા સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષણ તેમજ ખેલકૂદમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.

Related posts

Leave a Comment