હિન્દ ન્યુઝ, રાજકોટ
અષાઢી બીજનાં રૂડા પાવન પ્રસંગે વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ગોંડલ તાલુકાના કુંભાજી દેરડી સ્થિત રાજબાઈ માતાજી તથા રૈયાદાદાના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા અર્ચન અને દર્શન કરી સારા વરસાદ અને નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ સાથે સર્વ જન હિતાય સર્વ જન સુખાયની કામના સાથે પ્રાર્થના કરી હતી. અષાઢી બીજ નિમિત્તે મંદિરે ધ્વજારોહણ કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત સર્વે પરિવારજનો દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીએ દર્શન કરી ઉપસ્થિત પરિવારજનો સાથે વાર્તાલાપ કર્યા બાદ સામૂહિક ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.