દેરડી રોડ પર ST બસ ફસાઈ, પેસેન્જરોનું જોર લગા કે હઈસા, છેવટે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી

હિન્દ ન્યૂઝ, જેતપુર

જેતપુર શહેર સહીત ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે. આ તૂટી ગયેલા રસ્તાઓ પર ક્યાંક જનતા દ્વારા તો ક્યાંક તંત્ર દ્વારા ગાબડાઓ પુરવામાં આવ્યા છે. જેતપુરથી દેરડી જવાના રોડ પર આવેલ ખાડામાં નાખેલ માટી (મોરમ) માં જેતપુર-નવાગામ-જેતપુર રૂટની એસ.ટી. બસ ફસાઈ ગઈ હતી. જેતપુરથી દેરડી જવાના રોડ ભારે વરસાદને કારણે ઠેર ઠેર તૂટી ગયો હોવાથી સમારકામ માટે રસ્તા પર માટી (મોરામ) નાખવામાં આવી હતી. જેતપુર પંથકમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે આ માટી કીચડમાં ફેરવાઈ ગઈ હતી આ રોડ પર જેતપુર-નવાગામ-જેતપુર રૂટની એસ.ટી. બસ નીકળતા કીચડમાં ફસાઈ ગઈ હતી. ડ્ર્રાઈવર દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં બસ બહાર ન નીકળતા પેસેન્જરોએ બસને ધક્કા મારવા છતાં પણ બસ કાદવમાંથી બહાર ન નીકળતા અંતે જેસીબીની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી.

અહેવાલ : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment