થરાદના આજાવાડા ગ્રામ પંચાયત દ્વારા ગામ માં પ્રવેશ માટે એક રસ્તો ખુલ્લો રાખી અન્ય રસ્તાઓ બંધ કરાયા

થરાદ,

કોરોના નામ ના વાયરલ ની મહામારી સમગ્ર દેશોમાં ચાલી રહી છે. જેને લઈ બનાસકાંઠા ના વાવ ના મીઠાવીચારણ ગામે એક બાળક ને કોરોના પોઝીટીવ આવતા બનાસકાંઠા ના તમામ ગામડાઓ માં ડર નો માહોલ જોવામળી રયો છે. જેને અનુલગી આજાવાડા ગ્રામ પંચાયત સરપંચ પ્રહલાદભાઈ રાઠોડ, ડે.સરપંચ ઠાકોર, સોરમબેન તેમજ તલાટી કે.આર.કટારીયા, ડેરી.મંત્રી ચેલાભાઈ તેમજ ગામ ના યુવાનો દ્વારા આજાવાડા ગામ માં પ્રવેશ કરતો એક રસ્તો ખુલ્લો મૂકી બાકી ના રસ્તાઓ ને બંધ કરી દેવામાં આવ્યા છે પણ કોઈ બહારગામનો વ્યક્તિ પ્રવેશી જાય તો તેને પૂછપરછ કરી ને ગામ માં પ્રવેશ આપે છે તેમજ ગામ માં શાકભાજી ની તેમજ કરિયાણા ની દુકાન ઉપર 2 થી વધુ વ્યક્તિ જોવા મળે તો તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી તેમજ દંડ વસુલ કરવામાં આવશે તેવું ગ્રામપંચાયત ના જાહેત નોટિસ બોર્ડ માં દરસાવેલ છે. સમગ્ર ગ્રામજનોએ ને સરપંચ ની વાત ને લઈ કોરોનાસામે લડવાની ભારે જહેમત ઉઠાવી હતી.

રીપોર્ટર : મોહન સુથાર, થરાદ

Related posts

Leave a Comment