રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની કારોબારી મીટીંગ યોજાઇ….

હિન્દ ન્યૂઝ, કચ્છ,

                                             “સંગઠન એજ શક્તિ”

તારીખ 20.09.2020 ના રોજ ફાર્મવિલા ભુજ મુકામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની કારોબારી ની મીટીંગ બોલાવી હતી. આ મીટીંગ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ના અઘ્યક્ષ નરેશ મહેશ્વરી ના અધ્યક્ષસ્થાને યોજવા માં આવી હતી. જેમાં જિલ્લા તેમજ તાલુકા ટીમ ના પ્રમુખો અને હોદેદારો જોડાયા હતા તેમજ જાગૃત નવયુવાનો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં આગામી સમય માં યોજાવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ની સમીક્ષા કરવા માં આવ્યું અને સર્વે તાલુકા ની સીટો અંગે પણ ચર્ચા થઈ અને આગળ જતાં કેવી વ્યૂહ રચના કરવી એ માટે તાલુકા માં કારોબારી ની મીટીંગ બોલાવવા માં આવે. તથા સંગઠન નું વ્યાપ વધાવું અને ઉપર થી જે કામગીરી નો આદેશ મળે એ કામગીરી કરવી એનું તાકીદ કરવામાં આવ્યું. આ મીટીંગ માં તાલુકા ના પ્રમુખો અને હોદેદારો તેમજ જિલ્લા ના હોદેદારો અને અન્ય જાગૃત નવયુવાનો જોડાયા હતા.

રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ

Related posts

Leave a Comment