ગીર સોમનાથ જિલ્‍લામાં હથિયારબંધી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,

તા. ૧૫, ગીર સોમનાથ જિલ્‍લામાં પ્ર. પાટણ ખાતે સોમનાથ મંદિર આવેલ છે. જેની તકેદારી રાખવા તેમજ, ગીર/જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના શીકારના બનાવો બનતા હોય તેમજ આગામી તહેવારો અને જિલ્લાના વેરાવળ/પ્ર. પાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય ઉપરાંત જિલ્‍લામાં આગામી સમયમાં તહેવારો આવનાર હોય ત્યારે તમામ સ્‍તરે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવાઇ રહે તે હેતુથી સમગ્ર જિલ્‍લામાં અધીક જિલ્‍લા મેજસ્‍ટ્રેટ ડો.બી.એસ.પ્રજાપતિને મળેલ સત્‍તાની રૂએ પ્રતિબંધાત્‍મક આદેશ જારી કરેલ છે.

જે અંતર્ગત શસ્ત્ર દંડા, તલવાર, ભાલા, ચપ્‍પુ, લાકડી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી બીજી કોઇ ચીજો લઇ જવી નહીં. પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્રો અથવા સાધનો લઇ જવા એકઠા કરવા તથા તૈયાર કરવા નહીં. વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં. અપમાન કરવા અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેર બિભત્સ સુત્રો પોકારવા નહીં. અશ્લીલ ગીતો ગાવા નહીં., જેનાથી સુરુચીનો અને શાંતીનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં. તેવા હાવભાવ કરવા નહીં તેવી ચેષ્ટા કરવી નહી તથા ચિત્રો, પ્લે કાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુઓ કરવી નહીં.

આ આદેશ સરકારીની નોકરીમાં કામ કરતી કોઇ વ્યકિત કે જેના ઉપર અધિકારીઓને ફરમાવ્યા હોય અથવા આવા કોઇ હથિયાર લઇ જવાની તેમની ફરજ હોય, જિલ્લા પોલીસ અધિકારીએ જે તે શારીરીક અશકિતને કારણે લાઠી લઇ જવાની અથવા શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી આપી હોય તે વ્યકિત, ખેડૂતો પોતાની ખેતીકામ માટે ખેતીના ઓજારો લઇ જવામાં હાડમારી ન થાય તેમને રોજીંદા કામ કરી શકે તે આશયથી ખેડૂતો પોતાના ઓજારો ખેતીકામ માટે લઇ જતા હોય તેવી વ્‍યક્તીને આ હુકમ લાગુ પડશે નહિં. આ જાહેરનામાના કોઇ ખંડનો ભંગ કરનાર સામે પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. અને ગુન્‍હો સાબીત થયે એક માસની સાદી કેદ અથવા રૂા. ૧૦૦૦ દંડ અથવા બન્ને સજા થઇ શકે છે. આ જાહેરનામુ તા.૨૩/૧૦/૨૦૨૦થી દિન-૩૦ સુધી અમલમાં રહેશે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment