જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ની વિશેષ ઉપસ્થિત માં ખાટલા બેઠક નું આયોજન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

ગત રોજ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ની વિશેષ ઉપસ્થિત માં ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા જીલ્લા પંચાયત ની સીટના આગેવાનો તેમજ ખેડુતો મિત્રો સાથે ખાટલા બેઠક આયોજન કરી કૂષિ બિલ વિષે માહિતગાર કર્યા હતા. જેમાં પુવૅ કેબીનેટ મંત્રી જશાભાઇ બારડ તેમજ બીજ નિગમ ના ચેરમેન રાજશીભાઇ જોટવા તેમજ પ્રદેશ કારોબારી સદસ્ય શૈલેન્દ્રસિંહ રાઠોડ તેમજ ગીર સોમનાથ ભાજપ ના મહામંત્રી મહેન્દ્રભાઈ પીઠડીયા તેમજ માનસિંગ ભાઇ પરમાર તેમજ પ્રવિણભાઇ આમહેડા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસ ભાઇ સોલંકી તથા જીલ્લા પંચાયત ના સદસ્ય તેમજ ભાલપરા ગામ પંચાયત ના સરપંચ વિકમ ભાઇ પટાટ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : તુલસી ચાવડા ગીર સોમનાથ

Related posts

Leave a Comment