વડોદરા / કુખિયાત અજ્જુ કાણીયો ઝડપાયો, બે મહિના પહેલા કોરોનાની બીકે વાડી પોલીસે તેને પો.સ્ટેમાં છુટ્ટો મુકતા ભાગી ગયો હતો

વડોદરા,

ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના કડી ખાતે અજ્જુ કાણીયા અને તેને ભગાડી જનાર અનશની ઘરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે નામચિન સલીમ ગોલાવાલાને પણ મહેસાણાથી ઝડપી પાડ્યો, સલીમ છેલ્લા એક વર્ષથી જુગારના બે ગુનામાં વોન્ટેડ હતો. અજ્જુ કાણીયાને વાડી પોલીસ સ્ટેશનથી એક્ટિવા પર ભગાડી જનાર અનશ ખુરીશે હતો. વડોદરાથી ભાગ્યા બાદ અજ્જુ કાણીયાએ મહેસાણા સ્થિત મિત્ર હનીફ ઉર્ફે જાળીયાના ઘરે આશરો લીધો હતો.
અજ્જુ સામે ભૂતકાળમાં પાસા, તળીપાર સહીત 41 ગુનાઓ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.
વડોદરા. શહેરના કુખિયાત અજ્જુ કાણીયાની વાડી પોલીસે ગત તા. 16 જુનના રોજ ખંડણીના ગુનામાં અટક કરી હતી. હાલ ચાલી રહેલા કોરોનાની મહામારીને પગલે અજ્જુ કાણીયામાં કોરોનાના લક્ષ્ણો દેખાતા પોલીસ સ્ટેશનમાં તેને છુટ્ટો રાખવામાં આવ્યો હતો. જેનો લાભ ઉઠાવી અજ્જુ કાણીયો તેના સાગરીત અનશની એક્ટિવા પર બેંસી ફરાર થઇ ગયો હતો. અજ્જુ કાણીયા સામે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ખંડણી, મારા-મારી, હત્યાનો પ્રયાસ જેવા 41 ગુનાઓ નોંધાયેલા છે. દરમિયાન બે મહિનાથી ફરાર અજ્જુ કાણીયા અંગે ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા તેણે મહેસાણા ખાતેથી ઝડપી લેવામા આવ્યો છે.

બીજી તરફ શહેરના નામચિન સલીમ ગોલાવાલા સામે જુગારના બે ગુના નોંધાતા ફરાર થઇ ગયો હતો. છેલ્લા એક વર્ષથી પોલીસ સલીમ ગોલાવાલાની શોધમાં હતી, તેવામાં ક્રાઇમ બ્રાન્ચને સલીમ અંગે બાતમી મળતા તેની પણ મહેસાણાથી ધરપકડ કરવામાં આવી છે. આમ આગામી દિવસોમાં આવે રહેલા તહેવારો પહેલા જ શહેરના કુખિયાત અજ્જુ કાણીયા તેના સાગરીત અનશ કુરેશી તથા સલીમ ગોલાવાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

Leave a Comment