જોડિયા,
જોડિયા તાલુકાના 40 ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર શ્રી દ્વારા 108 એમ્બ્યુલન્સ ફ્રી સેવા છેવાડાના માનવી સુધી પહોંચી જાય અને વિના મૂલ્યે સેવાઓ આપી ને દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુથી 24 કલાક ની સેવાઓ આપી હતી પણ છેલ્લા એક મહિના થી અનિવાર્ય સંજોગોમાં 12 કલાક ની સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો અને છેલ્લા એક મહિનાથી 12 કલાક સુધી સેવા ચાલુ હતી. પણ જોડિયા ગામના અને એ.પી.એમ.સી. ના ડાયરેક્ટર ચિરાગભાઈ વાંક દ્વારા જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા સરકાર શ્રી ને રજુઆત કરી હતી. અને આ રજુઆત ના પગલે સરકાર એ ફરીથી 24 કલાક ની મંજૂરી આપવામાં આવી છે. તો આ તમામ નો જોડિયા ગ્રામ્ય ના નાગરિકો દ્વારા ખબૂખબુ આભાર માન્યો હતો. અને જોડિયા તાલુકા માં ફરીથી 108 ની ફ્રી સેવા ઓ 24 કલાક શરૂ કરવામાં આવી છે. તો દરેક નાગરિકો ને આ સેવા નો ઉપયોગ કરવો જોઇએ.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા