હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ એ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નોનો રિવ્યુ કરવામાં હતો તેમજ કલેકટરશ્રીને રૂબરૂ મુલાકાત દરમ્યાન રજૂ થયેલ અરજીઓ અંગેની અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્ય સુધીર વાઘાણી, નાયબ વન સંરક્ષક વાય. એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
