હિન્દ ન્યુઝ, ભાવનગર
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ એફ.પી.ઓ. ના જિલ્લા ની ભાવેણા નેચરલ કોમન બ્રાન્ડ માટે એમ. ઓ. યુ. કરવામાં આવ્યા હતા.
ખાસ કરી ને ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને જિલ્લાની એક બ્રાન્ડ થી વેચાણ થાય એ હેતુ થી જિલ્લાના ત્રણ પ્રાકૃતિક એફ.પી.ઓ.ની કોમન બ્રાન્ડ ભાવેણા નેચરલ બ્રાન્ડ થી વેચાણ માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર કચેરી ભાવનગર ખાતે પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના ગૌ સત્વ એફ.પી.ઓ., શેત્રુજી એસ.પી.એન.એફ. એફ.પી.ઓ. અને બી.યુ.વી.ડી.વી.એસ., એસ.પી.એન.એફ. એફ.પી.ઓ. ઉપરોક્ત ત્રણ એફ.પી.ઓ. માટે જિલ્લાના એફ.પી.ઓ. ના પ્રાકૃતિક ખેતી કરતા સભાસદ અને જિલ્લાના અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્કેટિંગ પ્લેટફોર્મ મળે એ હેતુ જિલ્લાના ત્રણ પ્રાકૃતિક એફ.પી.ઓ. જિલ્લાની કોમન બ્રાન્ડથી વેચાણ માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
આ ત્રણ પ્રાકૃતિક એફ.પી.ઓ.ના ક્લસ્ટર બેઇઝ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ રાજકોટ અને ઈમ્પ્લીમેન્ટ એજન્સી ગુજરાત પ્રકૃતિક અને સાયન્સ યુનિવર્સિટી, હાલોલ છે.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ખેતી અધિકારી મહમદ રિઝવાન, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા જે. એન. પરમાર, કૃષિ વૈજ્ઞાનિક એસ. વાળા, કે.વી.કે. સણોસરા, ડી.ડી.એમ. નાબાર્ડ, નાયબ ખેતી નિયામક એમ. બી. વઘામશી, નાયબ બાગાયત નિયામક, નાયબ પશુપાલન નિયામક બારૈયા તથા સમગ્ર પ્રાકૃતિક કૃષિ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
