ભાવનગર જિલ્લાની પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિનાં કાયમી તથા વાર્ષિક સભ્ય બનવા માટે નોંધણી કરાવી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      અબોલ પશુ પ્રાણી અત્યાચાર નિવારણ સારૂ સરકારશ્રીની સુચના અનુસાર ભાવનગર જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની રચના કરવાની છે. જેમાં કાયમી તથા વાર્ષિક સભ્ય બનવા સારૂ જેના નામે ગુનાહીત ઈતિહાસ ન હોય તેવા વ્યક્તિઓ તેમજ જે વ્યકિત ભાવનગર જિલ્લાના રહેવાસી હોય તે વ્યકિત આ સમિતિના સભ્ય બની શકે છે. કાયમી સભ્યની નોંધણી ફી રૂ.૧૦,૦૦૦ અને નવા વાર્ષિક સભ્ય તથા રિન્યુ વાર્ષિક સભ્ય માટે રૂ.300 છે.  જેથી ઉપરોક્ત પાત્રતા ધરાવતા વ્યક્તિઓ આ સમિતિમાં વાર્ષિક કે કાયમી સભ્ય થવા ઈચ્છતા હોય તો નાયબ પશુપાલન નિયામક, પશુપાલન શાખા, જિલ્લા…

Read More

ભાવનગર ગ્રામ્ય ઘટકના સોડવદરા ગામમાં પોષણ ઉત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગરના સોડવદરા ગામમાં આઇ.સી.ડી.એસ ઘટક કચેરી દ્વારા આઠમાં રાષ્ટ્રીય પોષણ માસ નિમિત્તે પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતુલિત આહર, સ્વચ્છતા અને નિયમિત કસરત પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. દૂધ સંજીવની યોજના,મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જેવી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યકમનો મુખ્ય ઉદ્દેશ બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રીમાતોઓમાં સુપોષણ અંગે જાગૃતિ લાવવાનો હતો.

Read More

ભાવનગર જિલ્લાની ૬ નગરપાલિકાના ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ

હિન્દ ન્યુઝ, ભાવનગર      પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે નગરપાલિકાઓના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત મહુવા નગરપાલિકાના ૧૦૫, પાલીતાણા નગરપાલિકાના ૧૫૦, સિહોર નગરપાલિકાના ૧૪૫, તળાજા નગરપાલિકાના ૧૧૨, ગારીયાધાર નગરપાલિકાના ૭૬ તથા વલભીપુર નગરપાલિકાના ૭૦ આમ છ નગરપાલિકાઓના કુલ ૬૫૮ કર્મચારીઓ/અધિકારીઓ માટે ૧૦ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન ફાયર, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો. વર્ષ ૨૦૨૫ને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના Pillar-3 Good Governance મા અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા ઉપર વિશેષ ભાર મુકાયો છે. કોઈપણ…

Read More

મિલેટ્સ અને પોષક આહારને પ્રોત્સાહન આપવા લાલપુર ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     લોકોના આરોગ્ય અને સુખાકારીમાં સુધારો લાવવા, રોજિંદા આહારમાં કોદરા, જુવાર, બાજરી, રાગી વગેરે જેવા મિલેટ્સનો ઉપયોગ વધારવા અને આંગણવાડી કેન્દ્રોમાં અપાતા પોષણયુક્ત આહાર વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી લાલપુર આઇસીડીએસ ઘટક દ્વારા પોષણ ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત એક અનોખી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાનગી સ્પર્ધામાં સેજા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ કુલ ૩૬ બહેનોએ ભાગ લીધો હતો. તેમણે માતૃશક્તિ, બાલ શક્તિ અને પૂર્ણા શક્તિમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવીને આકર્ષક સજાવટ સાથે પ્રસ્તુત કરી હતી અને તેના ફાયદા સમજાવ્યા હતા. વાનગી સ્પર્ધા…

Read More

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી ખુશાલના જીવનમાં ખુશહાલી આવી

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા રમેશભાઈ પરમારના ઘરે ૩ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ એક દીકરાનો જન્મ થયો. પરિવારે ખુશીથી તેનું નામ ખુશાલ પાડ્યું. જોકે, આ ખુશી લાંબો સમય ટકી નહીં કારણ કે બાળકને જન્મજાત ખોડ-ખાંપણ હોવાનું નિદાન થયું જેના કારણે આખો પરિવાર દુઃખી અને નિરાશ થઈ ગયો. આ જ સમયે આ વિસ્તારમાં ફરજ બજાવતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ખુશાલ અને તેના પરિવારની મુલાકાત લીધી. ટીમે તેમને બાળકની જન્મજાત ખામી વિશે સમજાવ્યું અને આશ્વાસન આપ્યું કે…

Read More

ગુજરાતના ડેરી ઉદ્યોગના વિકાસમાં મહિલા પશુપાલકોનું અભૂતપૂર્વ યોગદાન

હિન્દ ન્યુઝ, કચ્છ 🔹 રાજ્ય સરકારના અવિરત પ્રયાસોથી ડેરી અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓ બન્યાં આત્મનિર્ભર 🔹 કચ્છના મુન્દ્રા તાલુકાના પત્રી ગામના સોનલબેન ગોયલ પશુપાલન થકી માસિક ₹1,75,000ની કમાણી કરે છે 🔹 છેલ્લાં 10 વર્ષમાં રાજ્યમાં વિવિધ પશુપાલન યોજનાઓ હેઠળ મહિલા લાભાર્થીઓની સંખ્યા 2 લાખથી વધુ; 4986 જેટલી મંડળીઓ મહિલા સંચાલિત 🔹 બનાસ ડેરીમાં મહિલા સભાસદો વર્ષે 50 લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને આર્થિક રીતે સક્ષમ બન્યાં 🔹 રાજ્ય સ્તરે સરકાર ‘શ્રેષ્ઠ પશુપાલક ઍવોર્ડ’ દ્વારા મહિલા પશુપાલકોને પ્રેરણા પૂરી પાડી રહી છે

Read More

‘GST बचत उत्सव’ के साथ त्योहारों के इस मौसम को नई उमंग और नए जोश से भर दें! GST की नई दरों का मतलब है- हर घर के लिए अधिक से अधिक बचत, साथ ही व्यापार और कारोबार के लिए बड़ी राहत।

हिन्द न्यूज़, दिल्ली 

Read More

नवरात्रि के शुभ अवसर पर सात सहकारी समितियों की आम वार्षिक बैठक को संबोधित

हिन्द न्यूज़, राजकोट      आज राजकोट (गुजरात) में नवरात्रि के शुभ अवसर पर सात सहकारी समितियों की आम वार्षिक बैठक को संबोधित किया। नरेन्द्र मोदी के नेतृत्व में सहकारिता गाँव-गाँव में समृद्धि लाने का मजबूत माध्यम बन रही है। नई सहकारिता नीति, मॉडल बायलॉज, त्रिभुवन सहकारी यूनिवर्सिटी, श्वेत क्रांति 2.0 जैसी पहलों से सहकारिता जहाँ नए युग के अनुकूल हो रही है, वहीं अन्न भंडारण, तीन राष्ट्रीय स्तर की सहकारी समिति की स्थापना से किसानों के उत्पाद वैश्विक बाजार तक पहुँच रहे हैं। साथ ही, आज यहाँ RDC बैंक…

Read More

દાહોદ જિલ્લા કક્ષા લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ -૨૦૨૫-૨૬ માટે અરજીઓ મંગાવવા બાબત

હિન્દ ન્યુઝ, દાહોદ     જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દાહોદ દ્વારા ચાલુ વર્ષે દાહોદ જિલ્લા કક્ષાની લોકનૃત્ય અને લોકવાદ્ય ના પ્રશિક્ષણ માટેની તાલીમનું આયોજન થનાર છે. જેમાં ફક્ત અનુસુચિત જનજાતિના દાહોદ જીલ્લાના ભાઈઓ-બહેનો કે જેઓની વય મર્યાદાનું ધોરણ ૧૪ થી ૨૯ વર્ષ નું રહેશે તેઓએ ભાગ લેવા માટે સાદા કાગળ ઉપર પોતાની વિગત લખી જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ, સરવે ભવન, પ્રથમ માળ, કોંફરસન્સ રૂમ સામે, છાપરી દાહોદ ખાતે તા.૩૦/૦૯/૨૦૨૫ સુધીમા રૂબરૂ અથવા ટપાલથી પોતાની વિગત જમા કરવાની રહેશે. વધુ વિગત માટે કચેરીનો સંપર્ક કરવાનો રહેશે…

Read More