હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરના સોડવદરા ગામમાં આઇ.સી.ડી.એસ ઘટક કચેરી દ્વારા આઠમાં રાષ્ટ્રીય પોષણ માસ નિમિત્તે પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતુલિત આહર, સ્વચ્છતા અને નિયમિત કસરત પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. દૂધ સંજીવની યોજના,મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જેવી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યકમનો મુખ્ય ઉદ્દેશ બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રીમાતોઓમાં સુપોષણ અંગે જાગૃતિ લાવવાનો હતો.
