ભાવનગર જિલ્લાની પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિનાં કાયમી તથા વાર્ષિક સભ્ય બનવા માટે નોંધણી કરાવી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    અબોલ પશુ પ્રાણી અત્યાચાર નિવારણ સારૂ સરકારશ્રીની સુચના અનુસાર ભાવનગર જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની રચના કરવાની છે. જેમાં કાયમી તથા વાર્ષિક સભ્ય બનવા સારૂ જેના નામે ગુનાહીત ઈતિહાસ ન હોય તેવા વ્યક્તિઓ તેમજ જે વ્યકિત ભાવનગર જિલ્લાના રહેવાસી હોય તે વ્યકિત આ સમિતિના સભ્ય બની શકે છે. કાયમી સભ્યની નોંધણી ફી રૂ.૧૦,૦૦૦ અને નવા વાર્ષિક સભ્ય તથા રિન્યુ વાર્ષિક સભ્ય માટે રૂ.300 છે. 

જેથી ઉપરોક્ત પાત્રતા ધરાવતા વ્યક્તિઓ આ સમિતિમાં વાર્ષિક કે કાયમી સભ્ય થવા ઈચ્છતા હોય તો નાયબ પશુપાલન નિયામક, પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, ત્રીજો માળ, ભાવનગર ખાતેથી અરજી મેળવી પાસપોર્ટ સાઈઝના તાજેતરના ફોટા તથા ઓળખકાર્ડ તા.૦૫/૧૦/૨૦૨૫ સુધીમાં કચેરીના કામકાજના સમય દરમ્યાન મેળવી રજૂ કરવા નાયબ પશુપાલન નિયામકની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment