હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે.
છેલ્લા 6 મહિનામાં લેવામાં આવેલા 218 પનીરના નમૂનાઓમાંથી 57 સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે, જેમાં 23 નમૂનાઓમાં એનાલોગ પનીર મળી આવ્યું છે. હવે ગુજરાત સરકારના પ્રતિબંધને અનુસરી શહેરભરમાં ઉત્પાદકો, વિક્રેતાઓ, હોલસેલરો, હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે FSSAI અને GPMC Act હેઠળ યુનિટ સીલ કરવા, લાઇસન્સ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
