સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઘોઘા ખાતે સગર્ભા બહેનોનો તથા સર્વ રોગ મેગા મેડીકલ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ઘોઘા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેંન્દ્ર, મોરચંદ વિસ્તારનાં ઘોઘા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઘોઘા ખાતે સગર્ભા બહેનોનો તથા સર્વ રોગ મેગા મેડીકલ કેમ્પ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ૧૨૪ જેટલા સગર્ભા બહેનો તથા ૨૩ બાળકો તેમજ અન્ય રોગો જેવાકે ડાયાબીટીસ, હર્દય રોગ તેમજ અન્ય રોગોનાં ૩૭૭ જેમાં ગાયનેક ડોક્ટર, પેડિયાટ્રિક, મેડીકલ ઓફીસર મારફત હેલ્થ ચેક અપ કરી જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું.

આ કેમ્પમા સગર્ભા બહેનોના લોહી પેશાબની વિવિધ લેબોરેટરી તપાસ, વજન, ઉંચાઈ, પેટની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી તેમજ ધનુર વિરોધી રસી તથા કોવિડ વેક્સિન અપાઈ હતી. જેમાંથી સગર્ભા બહેનોને માસ્ક, સેનીટાઈઝર, સાબુ, પ્રોટીન પાઉડર તથા ઈમ્યુનીટી બુસ્ટર એવા વિટામીન-સી અને ઝિંકનો પાઉડર, ગ્લુકોઝ પાઉડર, વિટામીન સી અને ઝીંકની ગોળી, લોહીના ટકા વધારવાની દવા તેમજ કેલ્શીયમની ગોળીઓ અને ઓ.આર.એસ. પાઉડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીનાં માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા સુચારું સંકલન સાધી મેડિકલ કેમ્પની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પ્રોગ્રામ મેનેજર ચેતનસિંહ દ્વારા ખિલખિલાટ વાહન મારફત આ કેમ્પમાં ગ્રામીણ વિસ્તારોમાંથી સગર્ભા બહેનોને કેમ્પનાં સ્થળે લાવવા અને પરત ઘરે મુકવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરાઈ હતી. આ કેમ્પમાં જિલ્લા વિકસ અધિકાર તથા મામલતદાર, ઘોઘાની ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં

આ મેગા ચેકઅપ કેમ્પને સફળ બનાવવા માટે ડો.સુફીયાન લાખાણી દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. એક પણ માતા કે બાળકનું મરણ એમનાં તાલુકામાં ન થાય એ માટે હમેશાં પ્રયત્નશીલ રહેતા એવા તાલુકા હેલ્થ ઓફીસર ડો.સુનિલ પટેલનાં નેજા હેઠળ તાલુકા હેલ્થ કચેરી, ઘોઘાની સમગ્ર ટીમે સગર્ભા બહેનોને સહેજ પણ મુશ્કેલી ન પડે એ રીતે મેગા ચેકઅપ કેમ્પને સફળ બનવવા જહેમત ઉઠાવી હતી. 

બ્યુરોચીફ : હકીમ ઝવેરી 

Related posts

Leave a Comment