બાગાયત ખાતાની મહિલા તાલીમાર્થીઓને વૃતીકા આપવાની યોજના અંતર્ગત “ફળ-શાકભાજી પરીરક્ષણ” તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

મદદનીશ બાગાયત નિયામક (કેનીંગ)ની કચેરી, કેનીંગ અને કિચન ગાર્ડન યોજના, નવાપરા, ભાવનગર દ્વારા મહિલા તાલીમાર્થીઓને વૃતીકા આપવાની યોજના અંતર્ગત “ફળ-શાકભાજી પરીરક્ષણ”ની તાલીમ ભાવનગર શહેરના પાનવાડી, વડવા, કાળિયાબીડ વિસ્તારની બહેનો માટે લીલા ઉષા મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ, પાનવાડી ખાતે તા.૨૩-૨૪/૦૯/૨૦૨૧ એમ બે દિવસની તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં બાગાયતી પાકોની વિવિધ બનાવટો જેવી કે, મીક્ષ ફ્રુટ જામ, ચટણી, નેચરલ સ્કવોશ, જામફળ જયુસ, સીરપ, ટોમેટો કેચઅપ, ટોપરાનાં લાડુ, મીક્ષ વેજીટેબલ અથાણું જેવી અનેક બનાવટો અંગે થીયરીકલ તેમજ પ્રેકટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તથા કીચન ગાર્ડનીંગ અંગે પણ સમજાવવામાં આવ્યું હતું. તાલીમનું આયોજન તેમજ સંચાલન એ.પી.ચૌહાણ, બાગાયત અધિકારી (કેનીંગ) તથા એમ.એન.રાઠોડ, બાગાયત મદદનીશ દ્વારા કરવામાં આવ્યું હતું. જે.જે.અમરચોળી મદદનીશ બાગાયત નિયામક, (કેનીંગ) દ્વારા તાલીમાર્થી બહેનોને બાગાયતી પાકોના મુલ્યવર્ધન દ્વારા આત્મનિર્ભર થવા અંગેનુ માર્ગદર્શન તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment