જસદણ પાલીકા પ્રમુખ અને પુર્વ કારોબારી ચેરમેન દ્વારા જીલેશ્વર પાર્ક અને આલણ સાગર ડેમ ની મુલાકાત લેવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ વોર્ડ નંબર 3 ના સદસ્યના પ્રતિનિધિ અને પૂર્વ કારોબારી પંકજભાઈ ચાવ દ્વારા નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આલન સાગર ડેમ તેમજ જિલ્લેશ્વર પાર્કમાં પાણી વિતરણ થતો સપ તેમજ ફિલ્ટર પ્લાન્ટ સહિત જીલેશ્વર ગાર્ડન તેમજ ગામના અલગ અલગ જાહેર સ્થળોની મુલાકાત લઇ અને ઘટતું કરવા માટે નગરપાલિકામાં જે તે વિભાગમાં સૂચના આપેલ અને આવનારા દિવસોમાં જસદણ નગરને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન ચાલુ કરવા તેમજ જિલેશ્વર ગાર્ડન એકદમ સાફ સફાઈ…

Read More

ધ્રાંગધ્રા તાલુકાના મોટા અંકેવાળિયા ગામે “સ્વચ્છતા હી સેવા-2025” અભિયાન સંપન્ન

સ્વચ્છતા હી સેવા-2025 હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર     ધ્રાંગધ્રા તાલુકાના મોટા અંકેવાળિયા ગામે “સ્વચ્છતા હી સેવા-2025” અભિયાન હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડનું લોકાર્પણ થયું! આ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રસંગે, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, તલાટી કમ મંત્રી, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યઓ, ગ્રામજનો, આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખાના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શેડ સ્વચ્છ અને સુંદર ગામ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા તરફ એક મોટું પગલું છે.

Read More

કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં શ્રીએમ.પી.શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શપથ લીધા

હિન્દ ન્યુઝ, જામનગર      ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છોત્સવ-૨૦૨૫ જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી કરાશે.  ત્યારે જામનગરની શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફે સ્વચ્છતા જાળવવા અંગેના શપથ લીધા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો.વિજય સાતા, એડિશનલ ડીન ડો.એસ.એસ.ચેટર્જી, ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.દિલીપ ગોહિલ, આરએમઓ…

Read More

કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં મોટી ખાવડી કુમાર શાળા ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર તાલુકાની મોટી ખાવડી કુમાર શાળા ખાતે કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્વચ્છતાકર્મીઓનું કીટ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અંગેના શપથ તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. બાદમાં મહાનુભાવોએ શાળાના પરિસરની બહારના ભાગમાં સફાઈ કરી લોકોને પણ પોતાનું ગામ સ્વચ્છ રાખવા અંગે અપીલ કરી હતી. કાર્યક્રમમાં કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ જ સ્વભાવના સૂત્રને સાર્થક કરવા માટે આપણે સૌએ…

Read More

રાજકોટ જિલ્લા અપડેટ

હિન્દ ન્યુઝ, રાજકોટ       ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વસ્થ આહાર અને પોષણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ, બાળકોએ શપથ લીધા છે કે તેઓ જંક ફૂડ, સોફ્ટ ડ્રિંક્સ, અને વધુ પડતા ખારા, તેલવાળા કે ગળ્યા પદાર્થો ખાશે નહીં. આ પહેલનો ઉદ્દેશ્ય બાળકોને નાનપણથી જ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. દરેક માતા-પિતા અને શિક્ષકો માટે આ એક ખુબ જ સારો સંદેશ છે. તમારા બાળકોને પણ આ અભિયાનમાં જોડો અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરો! રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી જય ગોસ્વામી…

Read More

ચોમાસા બાદ કચ્છમાં યુદ્ધના ધોરણે રોડ રસ્તાના રીપેરીંગ કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ, ભુજ      ચોમાસા દરમિયાન કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદના લીધે વિવિધ રોડ રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. રોડ રસ્તાઓ ત્વરિત રિપેર થાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે એ હેતુથી માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છ (રાજ્ય) દ્વારા તાત્કાલિક અસરથી પ્લાન્ટ શરૂ કરી અને રીસર્ફેસીંગની કામગીરી ચાલુ કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પેચ મરામતથી વિવિધ રસ્તાઓને રિપેર કરવામાં આવી રહ્યા છે.       હાલમાં, માર્ગ અને મકાન વિભાગ દ્વારા અબડાસા તાલુકાના કોઠારાથી જખૌ જતા રસ્તા પર રીસર્ફેસીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લામાં ભુજ અંજાર ગાંધીધામ…

Read More

GST દરમાં ઘટાડા લઈને સીજીએસટી દ્વારા આઉટરીચ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભુજ       કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં GST દર ઘટાડાના નિર્ણય બાદ તેની જાહેર અને ઔદ્યૌગિક અસરો તેમજ નાગરિકોને સીધા આર્થિક લાભો વિશે જાણકારી આપવાના ઉદેશ્યથી સીજીએસટી વિભાગ, ભુજ, કચ્છ કમિશનરેટ દ્વારા આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI), ભુજ શાખાના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગ, વેપાર અને નાગરિકોમાં GST 2.0 અને દર ઘટાડા સંબંધિત નવીનતમ જોગવાઈઓ વિશે જાગૃતિ લાવવાનો હતો.       સીજીએસટી, કચ્છ ગાંધીધામના અધિક કમિશનર દેવ પ્રકાશ બામણાવત (IRS) અને આસિસ્ટન્ટ કમિશનર, ભુજ અનિલ અગ્રવાલે…

Read More

‘સહી પોષણ દેશ રોશન’ના સંકલ્પ સાથે થશે સુપોષિત ગુજરાતનું નિર્માણ

હિન્દ ન્યુઝ, ભુજ       કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને ‘પોષણ માસ’ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે તેનું આઠમું સંસ્કરણ યોજાઈ રહ્યું છે. સરકાર, નાગરીકો અને સંસ્થાઓના અથાગ પ્રયત્નોના પરીણામે પોષણ અભિયાન સાચા અર્થમાં જન આંદોલન બન્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યનાં બાળકો, માતાઓ અને કિશોરીઓને વધુ સુપોષિત બનાવવા અનેક પોષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ વર્ષે દેશભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન પોષણ માસની ઊજવણી કરવામાં આવી રહી છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહી પોષણ દેશ રોશન’ના આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય…

Read More

દાહોદ જિલ્લામાં એડવેન્ચર સ્પોટર્સ માટે ઉત્સુક જવાનોને તાલીમ આપવામાં આવશે

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાના યુવાનોમાં રહેલી ઊર્જા, સાહસિકતા અને નવી ક્ષમતાઓ વિકસાવવાની દ્રષ્ટિએ તથા રમત-ગમતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિર દાહોદ જિલ્લાના રહેવાસી યુવાનો માટે ખાસ કરીને યોજવામાં આવી રહી છે. જેથી યુવાનોની શારીરિક ક્ષમતાનો વિકાસ થાય તથા તેઓ પોતાનામાં રહેલા રમત-ગમત ક્ષેત્રેના કૌશલ્યોને ઓળખી તેમાં વધારો કરી શકે અને એડવેન્ચર સ્પોર્ટ્સના ક્ષેત્રમાં તક પ્રાપ્ત કરી શકે તથા રોજગાર મેળવી શકે. તાલીમ શિબિર અંગે વિગતવાર માહિતી તાલીમનો હેતુ :- દાહોદ જિલ્લાના યુવા વર્ગમાં રહેલા સાહસિક મિજાજ અને શારીરિક ક્ષમતાને વ્યાવસાયિક દિશા આપવી તથા તેમને એડવેન્ચર…

Read More