કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં શ્રીએમ.પી.શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શપથ લીધા

હિન્દ ન્યુઝ, જામનગર

     ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છોત્સવ-૨૦૨૫ જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી કરાશે. 

ત્યારે જામનગરની શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફે સ્વચ્છતા જાળવવા અંગેના શપથ લીધા હતા.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો.વિજય સાતા, એડિશનલ ડીન ડો.એસ.એસ.ચેટર્જી, ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.દિલીપ ગોહિલ, આરએમઓ ડો. સક્સેના, વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment