સ્વચ્છતા હી સેવા-2025
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકાના મોટા અંકેવાળિયા ગામે “સ્વચ્છતા હી સેવા-2025” અભિયાન હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડનું લોકાર્પણ થયું! આ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો.
આ પ્રસંગે, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, તલાટી કમ મંત્રી, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યઓ, ગ્રામજનો, આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખાના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ શેડ સ્વચ્છ અને સુંદર ગામ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા તરફ એક મોટું પગલું છે.
