હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ વોર્ડ નંબર 3 ના સદસ્યના પ્રતિનિધિ અને પૂર્વ કારોબારી પંકજભાઈ ચાવ દ્વારા નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આલન સાગર ડેમ તેમજ જિલ્લેશ્વર પાર્કમાં પાણી વિતરણ થતો સપ તેમજ ફિલ્ટર પ્લાન્ટ સહિત જીલેશ્વર ગાર્ડન તેમજ ગામના અલગ અલગ જાહેર સ્થળોની મુલાકાત લઇ અને ઘટતું કરવા માટે નગરપાલિકામાં જે તે વિભાગમાં સૂચના આપેલ અને આવનારા દિવસોમાં જસદણ નગરને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન ચાલુ કરવા તેમજ જિલેશ્વર ગાર્ડન એકદમ સાફ સફાઈ કરવા માટે નું આયોજન બાબતે ચીફ ઓફિસરને સૂચના આપેલ.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
