દાહોદ જિલ્લામાં એડવેન્ચર સ્પોટર્સ માટે ઉત્સુક જવાનોને તાલીમ આપવામાં આવશે

હિન્દ ન્યુઝ, દાહોદ 

    દાહોદ જિલ્લાના યુવાનોમાં રહેલી ઊર્જા, સાહસિકતા અને નવી ક્ષમતાઓ વિકસાવવાની દ્રષ્ટિએ તથા રમત-ગમતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિર દાહોદ જિલ્લાના રહેવાસી યુવાનો માટે ખાસ કરીને યોજવામાં આવી રહી છે. જેથી યુવાનોની શારીરિક ક્ષમતાનો વિકાસ થાય તથા તેઓ પોતાનામાં રહેલા રમત-ગમત ક્ષેત્રેના કૌશલ્યોને ઓળખી તેમાં વધારો કરી શકે અને એડવેન્ચર સ્પોર્ટ્સના ક્ષેત્રમાં તક પ્રાપ્ત કરી શકે તથા રોજગાર મેળવી શકે.

તાલીમ શિબિર અંગે વિગતવાર માહિતી

તાલીમનો હેતુ :-

દાહોદ જિલ્લાના યુવા વર્ગમાં રહેલા સાહસિક મિજાજ અને શારીરિક ક્ષમતાને વ્યાવસાયિક દિશા આપવી તથા તેમને એડવેન્ચર ટૂરિઝમ અને રોજગારીના નવા અવસરોથી અવગત કરાવવા.

તાલીમનો સમયગાળો :-

કુલ તાલીમ : ૭ -૧૫ દિવસ

તાલીમનું સ્થળ :-

દાહોદ જિલ્લામાં પસંદ કરાયેલ કુદરતી અને ભૌગોલિક રીતે યોગ્ય એડવેન્ચર સ્પોર્ટ્સ માટે અનુકુળ સ્થળો જેમ કે રતનમહાલ, ઉધાલમહુડા, સાગટાળા, કંજેટા વિગેરે.

તાલીમમાં શામેલ પ્રવૃત્તિઓ :-

– બેઝિક માઉન્ટેનિયરિંગ

– ઝિપ લાઇન

– હોટ એરબલુન

– કાયાર્કિંગ/બોટીંગ

– પેરાગ્લાઈડિંગ

– ટ્રેકિંગ

– જંગલ ગાઈડ

– મોટર પેરાગ્લાઈડીંગ

*લાયકાત* :-

– ઉંમર: ૧૮ થી ૩૫ વર્ષ

– શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત

– દાહોદ જિલ્લાના સ્થાયી નાગરિકો હોવા આવશ્યક

– સાહસિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા હોવા જોઈએ

જરૂરી દસ્તાવેજો (ફોર્મ સાથે જોડવા) :-

– આધાર કાર્ડની નકલ

– પાસપોર્ટ સાઈઝ ફોટો – ૨ નકલ

– તબીબી યોગ્યતાનું પ્રમાણપત્ર (ફિટનેસ સર્ટિફિકેટ)

અરજી પ્રક્રિયા :-

– ફોર્મ ભરવાની શરૂઆત તારીખ :- ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫

– છેલ્લી તારીખ : ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫

– ફોર્મ મેળવવા/ભરવાનું સ્થળ :-

જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, દાહોદ.

અન્ય માહિતી માટે સંપર્ક કરો :-

જિલ્લા યુવા વિકાસ અધિકારી, દાહોદ. જિલ્લા સેવા સદન, દાહોદ. ફોન :- ૯૪૨૮૧ ૩૧૮૫૯ પર સંપર્ક કરવો તેમજ 

ઇ – મેઈલ : – dydodahod@gmail.com

    આ તાલીમના માધ્યમથી દાહોદ જિલ્લાના યુવા વર્ગને સાહસિકતા, આત્મવિશ્વાસ અને નવી કારકિર્દીની માર્ગદર્શન મળશે. જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ યોગ્ય અને ઉત્સુક યુવાનોને આ તાલીમ શિબિરનો અનુરોધ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment